બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sokhda mandir Prem Swarup Swami and Prabodh Swami decided !, HC asked to run together with Hariprasad Swami's organization

સોખડા મંદિર વિવાદ / પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન નક્કી!, HCએ હરિપ્રસાદ સ્વામીની સંસ્થા સાથે મળીને ચલાવવા કહ્યું

Mahadev Dave

Last Updated: 05:23 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીના વિવાદના મુદે બંને સંતો વચ્ચે ગુજરાત હાઇકોર્ટના mediation રૂમમાં સિનિયર વકીલ સમક્ષ બેઠક મળી હતી.

  • સોખડા હરિધામ મંદિર વિવાદ
  • પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે બેઠક પૂર્ણ
  • 12 મે ના દિવસે મિડીયેટરની હાજરીમાં બેઠક મળશે 

હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીના વિવાદના મુદે સમાધાન માટે આજે પ્રેમ સ્વરૂપસ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વના મુદાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આગામી 12 મેના રોજ ફરી બેઠક યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટના મિડીયેશન સેન્ટરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

બંને પક્ષોએથી કરાઇ સમાધાન અંગેની ચર્ચા 
સોખડા હરિધામ મંદિરના વિવાદનો અંત ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ બંને સંતો વચ્ચે ગુજરાત હાઇકોર્ટના mediation રૂમમાં સિનિયર વકીલ સુધીર નાણાવટી અને ચિત્રજિત ઉપાધ્યાય સમક્ષ બેઠક મળી હતી.  જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં બંને પક્ષો તરફથી સમાધાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સાથેસાથે વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાનનું વલણ અપનાવવા માટે ચર્ચા કરાઈ છે. 

વધુ એક વખત સમાધાન ની મિટિંગ થશે 
સોખડા મંદિર વિવાદ મામલે બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ થઇ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી હોવાનું સામે આવ્યું છે. આ બેઠક દરમિયાન સંસ્થામાં પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. જોડે સંપીને સંસ્થા ચલાવવા માટે અને હરિપ્રસાદ સ્વામીની સંસ્થા જોડે મળી ચલાવવા બાબતે બંને પક્ષોને કહેવામાં આવ્યું છે. મિટિંગમાં પ્રબોધસ્વામી દ્વારા સમાધાન અંગે કેટલીક શરતો મુકવામાં આવી હતી આ મુકેલી શરતોનો સ્વીકાર કરી પ્રેમસ્વરૂપ સ્વામીએ નિવારણ માટે તૈયારીઓ દર્શાવી છે. ત્યારબાદ મિટિંગ સંપન્ન થઈ હતી. જો કે આ બેઠકમાં વિવાદનો સુખદ અંત આવ્યો નથી. જેથી આગામી 11 મે એ બેઠક નો રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે. વધુ એક વખત 12 મે ના રોજ 11.30 વાગ્યે બેઠક યોજાશે. સમાધાનની મિટિંગ 12 મે ના દિવસે મિડીયેટરની હાજરીમાં હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહની ઉપસ્થિતિમાં બેઠક થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

HC shokhda temple નિવૃત્ત જસ્ટિસ વિવાદ હાઇકોર્ટ sokhda mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ