social media viral girl ruhi shah gandhinagar exclusive talk with VTV Gujarati
EXCLUSIVE /
'હે ભગવાન થોડુ ભણવાનું સારૂ બનાવ્યું હોત... મારે તો આ સ્કૂલથી છૂટકારો જોઇએ છે', બાળકી સાથે ખાસ વાતચીત
Team VTV05:41 PM, 14 Nov 19
| Updated: 04:52 PM, 06 Oct 20
આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સૌથી પહેલા પહોંચી જવાનો યુગ છે. બીજા પહેલા મેળવી લેવાનો યુગ છે. જેના કારણે લોકો માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાનાં સંતાનોનું જીવન પણ દાવ પર લગાવી દે છે. પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે લોકો પોતાના સંતાનોનાના વિકાસના નામે તેના બાળપણને છીનવી રહ્યા છે. આ વાતને ઉજાગર કરતો અને કુમળા માનસની વેદના આક્રોશભરી રીતે વર્ણવતો વીડિયો વાયરલ થયો હતો. તો આવો આજે આપણે મળીએ એ બાળકીને અને ડોકિયું કરીએ તેના નંદવાતા સપનાની દુનિયામાં...
સમયના ચક્રમાં ખોવાયું બાળપણ!
સવારથી સાંજ સુધીનું વર્ણવ્યું કામ
માત્ર શિક્ષણના પાઠ કામ નહીં આવે!
આ માસુમને દિલ્હી સુધી કરવી છે ફરિયાદ!
નાનું બાળક ચાર વર્ષનું થાય એટલે તેના ભણતરના ક્લાસ શરૂ થઈ જાય. તેમાં પણ સવારમાં વહેલું ઉઠવું, આંખો ચોળતા-ચોળતા સ્કૂલે જવાનું, નહીં જવા માટે ધમપછાડા કરવાના, આવું ખુબ આપણે પણ બાળપણમાં કર્યું હશે. પરંતુ હાલ સ્કૂલે જતી એક બાળકીની વ્યથા સોશિયલ મીડિયામાં સૌને આકર્ષી રહી છે. કારણકે, સમયના ચક્રમાં આજે જાણે તેનું બાળપણ જ ખોવાય ગયું છે. એક કુમળા માનસમાંથી ઉઠતો વેદનાનો આક્રોશ તેની કાલી ઘેલી ભાષાં વ્યક્ત થઈ રહ્યો છે.
તે બાળકીનું નામ છે રુહી. રૂહી ગાંધીનગરમાં રહે છે અને માઉન્ટ કાર્મેલમાં ધોરણ-1માં અભ્યાસ કરે છે. માત્ર 5 વર્ષની આ બાળકી જો કે તેની ઉંમર ખૂબ નાની છે. પરંતુ આપણે આપણી મહત્વકાંક્ષા સંતોષવા માટે તેને અનેક પ્રકારની સ્પર્ધામાં ઊભી રાખી દીધી છે. કોઈ સ્પર્ધા બાકી નથી કે જેમાં તેને આપણે ઉભી ન રાખી હોય.
સાંભળો શું કહે છે તે...
બાળકી કહે છે ''સવારે 6 વાગ્યે ઉઠવાનું અને સાંજે ઊંઘે ત્યાં સુધી બસ ભણવું-ભણવું-ભણવું, તેમાં પણ સ્કૂલે જાઓ, પાછા ફરી ટ્યૂશનમાં જાઓ, હોમવર્ક કરો, રમવાનું છોડી દો, સૂઈ જાઓ.'' બસ આજ ચક્રવ્યૂમાં જાણે આવનાર પેઢીનું બાળપણ છિનવાતું જઈ રહ્યું છે. જે આ બાળકીની વેદનામાં તમે સાંભળી શકો છે. આ બાળકીની વેદના ભર્યા વીડિયોથી પ્રેરિત બની વીટીવી તેના સુધી પહોંચી ગયું છે. ત્યારે આવો જાણીએ બાળકી શું કહે છે?
માત્ર સ્પર્ધા નહીં પરંતુ તેના ખાન, પાન, ઊંઘ, જેવા કુદરતી લય પર આપણે આપણા શિડ્યૂલ જડી દીધા છે. તેની રમવાની અને કૂદવાની ઉમરે આપણે તેનું સ્કૂલ અને ઘર વચ્ચેનો આવન-જાવન ક્રમ ગોઠવી દીધો છે. હા ઘડીક રમવાનો સમય આપ્યો છે પરંતુ તે પતંગિયા જેમ નહીં એક રોબોટની જેમ.
આપણી વ્યવસ્થાએ બાળકોની ક્ષમતા વિકસાવવાના બહાને તેની સુષુપ્ત શક્તિ હણી લીધી છે અને તેને કૃત્રિમ રીતે તૈયાર કરવાનું જાણે અભિયાન આદર્યું છે. જેને કુમળું માનસ પોતાનામાં જાણે શક્તિ આરોપણ થયું હોય તે રીતે અનુભવે છે. તે વાતને તે કંઈક આ રીતે વર્ણવે છે.
રુહીને ટયુશન જવું જરાય નથી ગમતું કેમ તે ટ્યૂશનનનો તેને ભાર લાગ છે. તેને તો બસ બાળપણ માણવું છે. પરંતુ ટ્યૂશન તો તેને જવું જ પડશે. તે ભલે અત્યારે ના પાડતી હોય.
વાયરલ બેબી સાથે વીટીવીની મુલાકાત એક માત્ર રુહી સાથે નથી. પરંતુ રુહી જેવા અનેક બાળકો જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની વાતને રજૂ કરી રહી છે. બાળકોનુ બાળપણ જ્યારે છીનવાય છે ત્યારે તે આપણી સામે વિદ્રોહ નથી કરતાં પરંતુ તેમની આ રીતે કાલીઘેલી આક્રોશવાણી ઘણું બધું કહી જાય છે.