બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'ગુજરાતી સાથે પંગો નહીં' કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે ઈન્ફ્લૂએન્સર લીધો હતો બદલો

મજેદાર કિસ્સો / 'ગુજરાતી સાથે પંગો નહીં' કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે ઈન્ફ્લૂએન્સર લીધો હતો બદલો

Last Updated: 03:18 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viraj Ghelani Revenge Karan Johar: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મથી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેણે હવે એક કિસ્સો સંભળાવ્યો છે.

વિરાજ ઘેલાણી એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેમણે પોતાનું ડેબ્યૂ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'થી કર્યું હતું. હવે એક પોડકાસ્ટમાં વિરાજે ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.

તેમણે જણાવ્યું કે કેવી રીતે કરણ જોહરના પ્રોડક્શન હાઉસથી નારાજ થઈને તેમણે ધર્મા પ્રોડક્શન સાથે બદલો લીધો હતો. વિરાજે જણાવ્યું કે તેમણે પોતાના ફેંસની મદદથી પ્રોડક્શન હાઉસને પરેશાન કરી નાખ્યું હતું. પછી ધર્મામાંથી તેમને ફોન આવ્યો કે આ બધુ બંધ કરો.

વિરાજે શેર કર્યો મજેદાર કિસ્સો

યુટ્યુબ પર એક પોડકાસ્ટમાં વિરાજે જણાવ્યું કે જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે તેમને ન હતા બોલાવવામાં આવ્યા. તે વાત વિરાજને ખરાબ લાગી હતી. વિરાજે પોડકાસ્ટમાં આગળ કહ્યું, "હવે તે મને લઈને જશે. જણાવું કેમ. મેં વિચાર્યું આ લોકો આવું કેવી રીતે કરી રહ્યા છે. પરંતુ મારી પાસે ઈન્સ્ટાગ્રામની તાકાત હતી. હું પોતાના સોશિયલ મીડિયા પર ગયો અને કહ્યું કે જ્યારે પણ ટ્રેલર લોન્ચ થશે. તમને બધાએ ધર્મા પ્રોડક્શનના યુટ્યુબ ચેનલ પર જઈને કમેન્ટ કરવાની છે. અહીં વિરાજ માટે. (Here For Viraj)"

PROMOTIONAL 9

વધુ વાંચો: ઈલેક્ટ્રિક સ્કૂટી થઈ સસ્તી, મોદી સરકારે PM E-Drive યોજનો લાભ વધાર્યો, જાણો સંપૂર્ણ વિગત

ધર્મા પ્રોડક્શનમાંથી આવ્યો કોલ

વિરાજે આગળ જણાવ્યું કે ધર્મા પ્રોડક્શનના યુટ્યુબ પર કમ સે કમ 1250થી 1500 કમેન્ટ્સ આવી. વિરાજે કહ્યું કે તેના તરત બાદ તેમની પાસે ધર્મા પ્રોડક્શનમાંથી ફોન આવ્યો. ધર્મા પ્રોડક્શને વિરાજને આ બંધ કરવાનો અનુરોધ કર્યો. ત્યારે વિરાજે તેમને કહ્યું, "ગુજરાતીઓ સાથે પંગો નહીં." તેમણે આગળ કહ્યું કે એક તરફથી તે મારો બદલો લેવા જેવું હતું.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viraj Ghelani Karan Johar Dharma Production
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ