ચેતવણી / સોશ્યલ મીડિયામાં ચાલતા પોલીસના ગ્રેડ પે અભિયાનને લઈને મોટા ન્યૂઝ, DGPએ આપી આ ચેતવણી

social media gujarat police grade pay DGP

ગુજરાતમાં હાલ જ્યારે કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસકર્મીઓ પોતાની ફરજને સેવાના રૂપમાં લઇને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આ કઠનિ સમયમાં સમાજના કેટલાંક અનૈતિક તત્વો ગ્રેડ-પેમાં વધારાના મુદ્દાને લઇને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આવા તત્વો પોલીસકર્મીઓને ગેરમાર્ગે દોરવાનું અને તેમાં અસંતોષની લાગણી ફેલાવવાનું ગેરકાયદેસર અને અનૈતિક કામ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના DGP દ્વારા પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારાને છોડવામાં નહી આવે તેવુ જણાવ્યું છે. જ્યારે આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે તેમ પણ જણાવ્યું. 

બ્રેકિંગ ન્યૂઝ