બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / એકતા કપૂર સામે પડ્યો 'હિન્દુસ્તાની ભાઉ', કોર્ટે આપ્યો તપાસનો આદેશ, કેસ શરમજનક
Last Updated: 08:15 AM, 16 February 2025
મુંબઈ કોર્ટે મુંબઈ પોલીસને નિર્માત્રી એકતા કપૂરની એક વેબ સીરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. CCP ની કલમ 202 હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે 9 મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે અથવા પોલીસને તેમ કરવાનો નિર્દેશ આપી શકે છે. આ ફરિયાદ યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે 'હિન્દુસ્તાની ભાઉ' એ એકતા કપૂર વિરુદ્ધ નોંધાવી હતી.
ADVERTISEMENT
Maine cyber police station main aaj complaint file kiya hai. Saare mere fake account mere naam se chala rahe hai unpe. Plz request hai fake account na banaye. 🇮🇳 Jai Hind 🇮🇳 pic.twitter.com/Zy6Otc7vq1
— Hindustani Bhau (@RealKingbhau) May 20, 2020
કોર્ટે એકતા સામે તપાસનો આપ્યો આદેશ
ADVERTISEMENT
વિકાસે ફરિયાદમાં એકતા કપૂર તેમજ તેના OTT પ્લેટફોર્મ ALT બાલાજી અને તેના માતાપિતા શોભા અને જીતેન્દ્ર કપૂરનું પણ નામ લીધું છે. વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદ અનુસાર ALT બાલાજી વેબ સિરીઝના એક એપિસોડમાં એક યુવકને ભારતીય સેનાના યુનિફોર્મમાં આપત્તિજનક અયોગ્ય હરકતો કરતો દર્શાવાયો છે જે સૈનિકની ગરિમાની વિરુદ્ધ છે. ફરિયાદમાં જણાવાયું છે કે વિકાસ પાઠક ઉર્ફે 'હિન્દુસ્તાની ભાઉ' ને મે 2020 માં આ વાતની ખબર પડી. જે બાદ તેણે ફરિયાદ નોંધાવી.
વધુ વાંચો: 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
ભારતીય સેનાની ના જાળવી ગરિમા
ફરિયાદ મુજબ આ એપિસોડના એક સીનમાં એક યુવકને ભારતીય સૈન્યનો યુનિફોર્મ અને સૈન્યના પ્રતિક બતાવીને તેને ગેરકાયદેસર જાતીય કૃત્ય કરતો બતાવાયો છે જે ખૂબ નિમ્ન કક્ષાનું છે અને તેમ ભરતોય સૈન્યના યુનિફોર્મની ગરિમાને ઠેસ પહોંચે છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે ALT બાલાજી પર પ્રશ્નો ઉભા થયા હોય. આ પહેલા પણ સોશિયલ મીડિયા અને અન્ય લોકોએ બાલાજી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે 'હિન્દુસ્તાની ભાઉ' આ મામલો કોર્ટમાં ખેંચી ગયા છે તેથી પરિણામ શું આવે છે તે જોવાનું બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.