બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Technology / ટેક અને ઓટો / તો શું હવે દિવસ 24 નહીં, 25 કલાકનો થઇ જશે? સામે આવ્યું ચોંકાવનારું રિસર્ચ
Last Updated: 12:57 PM, 3 August 2024
ખગોળીય ઘટનાની અસર આપણા તારામંડળ અને પૃથ્વી પર પણ પડે છે. જેમ સર્વવિદિત છે તેમ ગ્રહોની આસપાસ તેના ઉપગ્રહો ચક્કર લગાવે છે. પરંતુ એક શોધમાં જાણવા મળ્યું છે કે, આપણો ચંદ્ર ધીરે ધીરે પૃથ્વીથી દુર જઈ રહ્યો છે. તેની અસર આપણા દિવસની લંબાઈ પર પડશે. પૃથ્વીના દિવસની લંબાઈ 24 કલાકથી વધી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ટોપ અપ હોમ લોન શું છે? કોને અને કેવી રીતે મળે? જાણો તેના ફાયદા
વિસ્કોન્સિન મેડિસન વિશ્વવિદ્યાલયની એક ટીમની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ચંદ્ર આપણી પૃથ્વીથી લગભગ 3.8 સેન્ટીમીટર પ્રતિ વર્ષના દરથી દૂર જઈ રહ્યો છે. તેની અસર એ થશે કે, આગામી 20 કરોડ વર્ષમાં ધરતીનો એક દિવસ 25 કલાકનો થઈ જશે. આ શોધમાં એમ પણ જાણવા મળ્યું છે કે, 1.4 અરબ વર્ષ પહેલાં પૃથ્વીનો એક દિવસ 18 કલાક જેટલો જ હતો. આવું થવાનું કારણ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો ગુરુત્વાકર્ષણ સબંધ છે.
ADVERTISEMENT
વિસ્કોન્સિન મેડિસન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સ્ટીફન મેયર્સના જણાવ્યા અનુસાર પૃથ્વી એક ચક્કર લગાવતી ફિગર સ્કેટર જેવી હોય છે. જેમ જેમ ચંદ્ર તેનાથી દૂર જાય છે તેમ પૃથ્વી સ્લો થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રનું દૂર જવું એ નવી બાબત નથી પણ આ વિશ્વવિદ્યાલયનું આ અધ્યયન ઐતિહાસિક અને ભુવૈજ્ઞાનિક સંદર્ભને વિસ્તારથી પડતાલ કરવાનું કામ કરે છે.
અવકાશ સંબંધિત શોધ કરનાર વૈજ્ઞાનિકોએ ચંદ્ર અને પૃથ્વીના વિશે ખૂબ જાણકારી ભેગી કરી છે. જેમાં તેના કરોડો વર્ષનો ઇતિહાસ પણ સામેલ છે. તેઓના નિષ્કર્ષ પરથી જાણવા મળે છે કે, ચંદ્રની દૂર થવાનો દર અપેક્ષાકૃત ખાસો સ્થિર છે. પૃથ્વીની ગતિ સહિતના કારણોસર ભુવૈજ્ઞાનિક સમયમાં અનેક ફેરફાર થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT