બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / તો શું દેશમાં પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ? ક્રૂડ ઓઇલે વધાર્યું ટેન્શન, જાણો કારણ

બિઝનેસ / તો શું દેશમાં પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ? ક્રૂડ ઓઇલે વધાર્યું ટેન્શન, જાણો કારણ

Priyakant

Last Updated: 09:48 AM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol-Diesel Prices Latest News : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ શકે

Petrol-Diesel Prices : પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ એક મોટી અપડેટ સામે આવી રહી છે. વિગત મુજબ આગામી દિવસોમાં ડીઝલ અને પેટ્રોલના કારણે લોકોને મોંઘવારીના નવા આંચકાનો સામનો કરવો પડી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ શકે છે તેવો ભય વધી ગયો છે. બુધવારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

બુધવારે ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ 20 સેન્ટ વધીને બેરલ દીઠ $ 85.53 પર પહોંચ્યું હતું જ્યારે સપ્ટેમ્બર સોદા માટે કિંમત 21 સેન્ટ વધીને $ 84.74 પર પહોંચી હતી. દરમિયાન અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 3 સેન્ટ વધીને $81.60 પ્રતિ બેરલ થઈ ગયું છે. લગભગ બે મહિનામાં કાચા તેલનું આ સૌથી મોંઘું સ્તર છે. છેલ્લા દોઢ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનની શરૂઆતમાં નીચા સ્તરને સ્પર્શ્યા પછી ક્રૂડ ઓઇલ અત્યાર સુધીમાં પ્રતિ બેરલ 8 ડોલરથી વધુ વધી ગયું છે. એટલે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં જ કાચા તેલની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે.

તો શું આ કારણોસર ક્રૂડ ઓઈલ થઈ રહ્યું છે મોંઘુ

મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં 1 ડોલરથી વધુનો વધારો થયો છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે રશિયાના એક મોટા બંદર પર ઓઇલ ટર્મિનલમાં આગ લાગી હતી. આ ઉપરાંત ઉનાળાની મજબૂત માંગ અને વિશ્વના વિવિધ ભાગોમાં વધતા જિયો પોલિટિકલ ટેન્શનના સમાચાર પણ ક્રૂડ ઓઈલને વધુ ઊંચાઈ પર ધકેલી રહ્યા છે. રશિયા-યુક્રેન ઉપરાંત પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વ્યાપક યુદ્ધનો ભય વધી ગયો છે.

વધુ વાંચો : શેર બજારમાં હરિયાળી: સેન્સેક્સ-નિફ્ટી ખૂલ્યાં લીલા નિશાન સાથે, તેજી યથાવત

સમગ્ર દેશમાં ડીઝલ અને પેટ્રોલ મોંઘુ થઈ શકે છે

જો ક્રૂડ ઓઈલના ભાવ આ રીતે વધતા રહે તો ડીઝલ અને પેટ્રોલના મામલે ભારતમાં લોકોને આંચકાનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી પહેલા લાંબી રાહ જોયા બાદ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી દેશના લગભગ દરેક ભાગમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો સ્થિર છે. જોકે ભાવ બદલવાનું દબાણ વધી રહ્યું છે. હાલમાં જ કર્ણાટક સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘુ ક્રૂડ ઓઈલ સરકારી ઓઈલ કંપનીઓને દેશભરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવાની ફરજ પાડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Petrol-Diesel Prices Crude oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ