બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:18 PM, 12 July 2024
Gautam Gambhir Salary : ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ ઔપચારિક રીતે 27 જુલાઈથી શરૂ થશે. આ દિવસે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે T20 મેચ થવાની છે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બન્યા છે ત્યારથી તેમની સેલરી કેટલી હશે તેને લઈ પણ અનેક લોકો વિચારમાં પડ્યા છે.
ADVERTISEMENT
BCCIએ ગૌતમ ગંભીરના પગારને લઈ હજુ સુધી સત્તાવાર માહિતી આપી નથી. ગૌતમ ગંભીરનો કાર્યકાળ વર્લ્ડ કપ 2027 સુધીનો છે. એવું માનવામાં આવે છે કે ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડ કરતા વધુ પગાર મળી શકે છે. વર્લ્ડ કપ વિજેતા કોચ દ્રવિડને કોચ તરીકે 12 કરોડ રૂપિયા (વાર્ષિક) મળતા હતા.
ADVERTISEMENT
એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર ગૌતમ ગંભીરને વિદેશ પ્રવાસ પર દરરોજ 21,000 રૂપિયા દૈનિક ભથ્થા તરીકે આપવામાં આવશે. આ રકમ પગારમાં વધારાની હશે. દૈનિક ભથ્થામાં ખોરાક, મુસાફરી, કપડાં ધોવા વગેરેનો સમાવેશ થાય છે.
વધુ વાંચો : ટીમ ઈન્ડિયા નવા કોચ ગૌતમને મોટો ઝટકો, BCCIએ આ રજૂઆત ફગાવી, વાત 'ગંભીર'
કોચ તરીકે ગૌતમ ગંભીરની ખરી કસોટી 2025માં થશે. આ વર્ષે બે ICC ઈવેન્ટ થશે. જેમાં પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ આ વર્ષે જ રમાવાની છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.