AMAના જોઇન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે અને જો આવું નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર ખતરનાક
કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ
AMAના જોઇન્ટ સેક્રેટરીની મેળાવડા ન કરવાની સલાહ
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ડેલ્ટાને કાબૂમાં લેવા આપી સૂચના
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઇ AMAના જોઇન્ટ સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે, AMAના જોઇન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે અને જો આવું નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર ખતરનાક અને અત્યંત ઘાતક પૂરવાર થઈ શકે છે. ડૉ.સાહિલ શાહ વધુમાં જણાવે છે કે ડેલ્ટા પ્લસ પર વેક્સિનની અસરકારતા મુદ્દે હાલ રિસર્ચ ચાલી રહ્યું છે.
AMAના જોઇન્ટ સેક્રેટરીની મેળાવડા ન કરવાની સલાહ
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં પણ ડેલ્ટ પ્લસ વેરિઅન્ટ જવાબદાર હોવાનું ડૉ.સાહિલે જણાવ્યું છે. તેમજ ડેલ્ટા પ્લસના કારણે જ બીજી લહેરમાં મૃત્યુદર વધ્યો હતો. હાલ ડેલ્ટ પ્લસ વેરિઅન્ટના દેશમાં 50થી વધુ કેસ નોંધાયા છે ત્યારે ડૉ.સાહિલ શાહે મેળાવડા જમા ન કરવા તબીબો અને જાહેર જનતાને અપીલ કરી છે
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ડેલ્ટાને કાબૂમાં લેવા આપી સૂચના
મહત્વનું છે કેન્દ્ર સરકારે પણ ગુજરાત સહિત 8 રાજ્યોને ચેતવણી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કાબૂમાં લેવાની સૂચના આપી છે કેન્દ્રએ કહ્યું છે કે ડેલ્ટ વકર્યો તો કાબૂમાં નહીં કરી શકો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તમિળનાડુ, ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને સૂચના આપી છે તેમજ કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે જે જિલ્લામાં વાયરસનો આ નવો વેરિયેન્ટ જોવા મળ્યો છે ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, વધુમાં વધુ ટેસ્ટિંગ, ભીડ અટકાવવા અને અગ્રતા ધોરણે રસીકરણ જેવા પગલા લેવામાં આવે
ડેલ્ટ વેરિઅન્ટ ફેફસાના કોષોને મજબૂત રીતે ચોંટે છે
રાજેશ ભૂષણે ડેલ્ટ વેરિઅન્ટને લઈ તામિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ, જમ્મુ અને કાશ્મીર હરિયાણાના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, “INSACOG (ઇંન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ) એ જાણ કરી છે કે ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ ચિંતાજનક (VOC) છે. તે ખૂબ જ સંક્રામક છે અને ફેફસાના કોષોને મજબૂત રીતે ચોંટે છે. તે સાથે જ, તે મોનોક્લોનલ એન્ટિબોડીઝને પણ ઘટાડે છે.
જો કાબૂ નહીં મેળવાય તો ત્રીજી લહેર ખતરનાક
મહત્વનું છે ગયા વર્ષે કોરોના કેસમાં ધરખમ વધારો થયો ત્યારે કોરોના વાયરસનું વિશ્લેષણ કરવા માટે એક લેબ્સ તૈયાર કરવામાં આવી હતી જે INSACOG એ દેશની 10 લેબ્સનું એક સમુહ છે, જેમાં દેશની અગલ અગલ લેબ્સ સાથે મળીને કોરોના ઉપર રિસર્ચ કરે છે અને વાયરસનું જિનોમ સિક્વિન્સિંગ કરી વાયરસનું વિશ્લેષણ કરે છે. જિનોમ સિક્વન્સીંગ ઉપરાંત, જ્યારે વાયરસના નવા સ્વરૂપો જોવા મળે છે, ત્યારે તેને રોકવા માટે ત્યાં કયાં પગલા લેવામાં આવે તે અંગે પણ સલાહ આપે છે.
કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ
કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમના પત્રમાં લખ્યું છે કે આ મામલે જે પગલા લેવામાં આવશે તે વધુ કેન્દ્રિત અને કડક હોવા જોઈએ. તેમણે રાજ્યોને કોવિડથી ચેપગ્રસ્ત થયેલા લોકોનાં સેમ્પલ પૂરતા પ્રમાણમાં INSACOG હેઠળની લેબ્સમાં મોકલવા જણાવ્યું હતું જેથી ક્લિનિકલ રોગચાળા સંબંધી લિંક્સ સ્થાપિત થઈ શકે.મહત્વનું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 50 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.
ગુજરાત માટે ચિંતાના સમાચાર આવ્યા છે.
ગુજરાતમાં પણ હવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ હોવાનો કેંદ્ર સરકારના પ્રેઝન્ટેશનમાં ખુલાસો થયો છે. દેશમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.