બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / So the EMI of the loan will not be allowed to be paid for 2 years, find out what happened in the Supreme Court today

સારા સમાચાર / તો લોનના EMI પર 2 વર્ષ સુધી નહીં ભરવાની મળશે છૂટ, જાણો આજે સુપ્રીમ કોર્ટમાં શું થયું?

Nirav

Last Updated: 06:06 PM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે સુપ્રીમ કોર્ટને આપેલા જવાબમાં કહ્યું હતું કે લોન ચૂકવવાની મુદતની અવધિ હજુ 2 વર્ષ સુધી લંબાવી શકાય છે. જો કે આનો આખરી નિર્ણય RBI અને જે તે બેંક લેશે.

  • લોન મોરેટોરિયમ પર કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ 
  • હજુ પણ બે વર્ષ સુધી વધી શકે છે લોન મોરેટોરિયમની સુવિધા : કેન્દ્ર સરકાર 
  • સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમની સુવિધા વધારવાની અરજી પર ચાલી રહે છે સુનાવણી

કોરોના મહામારીના લીધે 'લોન મોરેટોરિયમ'ના લોનની EMI ચૂકવી ન શકવાના કિસ્સામાં દાખલ કરેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમે આ મુદે કેન્દ્રને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા કહ્યું હતું.  જેના પર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે લોનની ચૂકવણી મુલતવી રાખવાની અવધિ બે વર્ષ સુધી લંબાવી શકાય છે. જે RBI સર્ક્યુલર પ્રમાણે થઈ શકશે. 

અરજદારે લોન મોરટોરિયમ વધારવા માટે કરી છે અરજી 

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગૂ કર્યા પછી, RBI એ ત્રણ મહિના માટે લોન મોરટોરિયમની જાહેરાત કરી. પરંતુ બાદમાં આ સમયગાળો વધુ 3 મહિના માટે વધારવામાં આવ્યો હતો.અરજદારે અદાલતમાં દલીલ કરી હતી કે કોરોના કટોકટીની મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, મોરેરેટિયમ સુવિધા હજી પૂરી થઈ નથી, આ કિસ્સામાં મોરટોરિયમની સુવિધા આ વર્ષે ડિસેમ્બર સુધી લંબાવી દેવી જોઈએ.

આજે સુપ્રીમ કોર્ટમાં શું થયું? 

કેન્દ્ર અને RBI નો પક્ષ મૂકતા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કોર્ટને માહિતી આપવામાં આવી કે લોનની ચુકવણી પર મુલતવીની મુદ્દત 2 વર્ષ સુધી વધી શકે છે. તુષાર મહેતાએ કહ્યું કે અમે અસરગ્રસ્ત ક્ષેત્રોની ઓળખ કરી રહ્યા છીએ. જેનો પ્રભાવ કોરોના રોગચાળાને કારણે થતાં નુકસાનની અસર પ્રમાણે અલગ રીતે તારવી શકાય છે. 

શું છે લોન લોન મોરેટોરિયમ ? 

31 ઓગસ્ટના રોજ લોન મોરેટોરિયમ સમાપ્ત થઈ ગયું છે,  લોન મોરેટોરિયમ એક સુવિધા છે જે કોરોના દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને અથવા કંપનીઓને આપવામાં આવી હતી. આ હેઠળ, ગ્રાહકો અથવા કંપનીઓ તેમના માસિક હપ્તાને મુલતવી રાખી શકે છે. આ સુવિધાનો લાભ લેતી વખતે, તાત્કાલિક રાહત મળે છે, પરંતુ વધુ પૈસા પછીથી ચૂકવવા પડે છે. માર્ચથી શરૂ થયેલી આ સુવિધા ફક્ત 31 ઓગસ્ટ સુધી લ્મ્બાવાઈ હતી. 

બેન્કરોએ અપીલ કરી

જો કે તાજેતરમાં દેશના ઘણા મોટા બેન્કરોએ આ સુવિધા ન વધારવાની અપીલ કરી હતી. HDFC લિમિટેડના અધ્યક્ષ દીપક પારેખ અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકએ કહ્યું હતું કે આ સુવિધાને આગળ વધારવી જોઇએ નહીં કારણ કે ઘણા લોકો તેનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Loan Moratorium RBI Supreme Court hdfc loan repayment કેન્દ્ર સરકાર લોન ચૂકવણી સુપ્રીમ કોર્ટ The good news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ