બ્રેકિંગ ન્યુઝ
VTV / So I'm ready to cut off my head: Find out why the High Court judge made such a statement
Priyakant
Last Updated: 05:14 PM, 3 July 2022
ADVERTISEMENT
કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી વીરપ્પાએ કહ્યું છે કે, જો તે ભૂલ કરે છે તો તે પોતાનું માથું કાપી નાખવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, હું જે ભાવના સાથે કામ કરું છું અને જો મારાથી ભૂલ થાય તો હું વિધાનસભા અને હાઈકોર્ટ સામે પણ ઉભા રહેવા તૈયાર છું. નોંધનીય છે કે, ગુરુવારે કોર્ટ હોલમાં એક વકીલે બેન્ચ સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા જસ્ટિસ વીરપ્પાએ આ વાત કહી.
શું કહ્યું જસ્ટિસ વીરપ્પાએ ?
ADVERTISEMENT
જસ્ટિસ વીરપ્પાએ કહ્યું કે, જ્યારે બારના સભ્યો ન્યાયતંત્ર પર પાયાવિહોણા આક્ષેપો કરે છે ત્યારે એડવોકેટ એસોસિએશને આગળ આવવું જોઈએ. જસ્ટિસ વીરપ્પાએ કહ્યું કે, ન્યાયાધીશો પાસે સુદર્શન ચક્રનો ચોક્કસ મર્યાદાથી વધુ ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જસ્ટિસ વીરપ્પાના આ નિવેદન બાદ AAB પ્રમુખ વિવેક સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, તેઓ આ મુદ્દે ટૂંક સમયમાં ચર્ચા કરશે. જસ્ટિસ વીરપ્પાએ કહ્યું કે ન્યાયાધીશો અમુક હદ સુધી આવા આરોપોને સહન કરી શકે છે પરંતુ જ્યારે તે અસહ્ય બની જાય છે ત્યારે ન્યાયાધીશો પાસે આવા વકીલો પર સુદર્શન ચક્રનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
શું કહ્યું AAB પ્રમુખ વિવેક સુબ્બા રેડ્ડીએ ?
જસ્ટિસ બી વીરપ્પાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા AAB (એડવોકેટ એસોસિએશન બેંગ્લોર) પ્રમુખ વિવેક સુબ્બા રેડ્ડીએ એક ખાનગી ચેનલને કહ્યું હતું કે, હું માત્ર એટલું જ કહીશ કે, જ્યારે ન્યાયાધીશની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે તેમના માટે કંઈ ખરાબ હોઈ શકે નહીં. એવા વાતાવરણમાં જ્યાં અખંડિતતા જાળવવી એક પડકાર બની ગઈ છે. રેડ્ડીએ કહ્યું કે, જસ્ટિસ વીરપ્પાએ વકીલના નિવેદન પર પોતાનો જવાબ આપ્યો છે. વકીલના નિવેદનનો ઉલ્લેખ કરતા રેડ્ડીએ કહ્યું કે, આવા નિવેદનોથી સંસ્થામાં લોકોના વિશ્વાસને અસર થાય છે.
આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે કે કોઈ જજ પર સવાલ ઉઠાવી રહ્યું છે: વિવેક સુબ્બા રેડ્ડી
આ સાથે વિવેક રેડ્ડીએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે કે કોઈ જજ પર સવાલ ઉઠાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે લોકો સવાલ ઉઠાવે છે તેમણે એક મર્યાદામાં વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જસ્ટિસ વીરપ્પાનું કહેવું છે કે ,તેમણે આવા લોકો સામે સુદર્શન ચક્રનો ઉપયોગ કરવો જોઈએ તે નીચલી કોર્ટના તે જજોને પણ લાગુ પડવું જોઈએ. જેઓ વકીલો પ્રત્યે અસહિષ્ણુ અને અભદ્ર છે. તેથી અમે જસ્ટિસ વીરપ્પાને આવા જજો માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કરવા કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.