આઈફોન મળીને કુલ 1.15 લાખની મતા લઈને નાસી છૂટ્યા હતા
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી
હવે શહેરમાં રિક્ષામાં બેસીને જવાનું પણ સુરક્ષિત નથી રહ્યું, કારણ કે,સેટેલાઈટ નજીકથી મહિલા રિક્ષામાં બેસીને ઘરે જતી હતી તે દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો તેના હાથમાં રહેલું પર્સ ખેંચીને નાસી છૂટ્યા હતા.
બે શખ્સો તેમના હાથમાં રહેલું પર્સ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા
આંબાવાડીના ગુલમહોર ફોલિયેઝમાં રહેતાં રેણુકાબહેન મહેતાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. રેણુકાબહેન તેમનાં નણંદ સાથે કંદોઈની મીઠાઈની દુકાને ગયાં હતાં. ત્યાંથી તેઓ શિવરંજની ક્રોસ રોડ પાસેથી રિક્ષામાં બેસીને ઘરે જવા નીકળ્યાં હતાં. આ સમય દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો તેમના હાથમાં રહેલું પર્સ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. રેણુકાબહેન રિક્ષામાં બેઠાં હતાં તે સમયે બાઈક પાછળ બેઠેલા શખ્સે રિક્ષામાં હાથ નાખી પર્સનું સ્નેચિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓ શિવરંજની તરફ નાસી ગયા હતા. બાઇકર્સ રોકડ રકમ તેમજ એક લાખનો આઈફોન મળીને કુલ 1.15 લાખની મતા લઈને નાસી છૂટ્યા હતા.
સ્નેચિંગની પ્રતિકાત્મક તસવીર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
રેણુકાબહેને આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રેણુકાબહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે દરેક જંક્શન પર લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓને પકડી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે.
મહત્ત્વની વાત એ છે કે શહેરમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેમાં મહિલાઓનાં પર્સ અને સોનાની ચેઈન લૂંટી લેવામાં આવે છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં બની હતી, જેમાં ફરિયાદી દ્વારા આરોપીનો પીછો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો