જૂનાગઢ /
'મોગલ છેડતા કાળો નાગ' ગીત પર યુવતીઓના સાપ સાથે ગરબા, Video થયો વાયરલ
Team VTV07:34 PM, 10 Oct 19
| Updated: 07:37 PM, 10 Oct 19
જૂનાગઢના માંગરોળમાં સાપ સાથે ગરબા રમતા હોવાનું સામે આવ્યું છે. માંગરોળના શીલ ગામે સાપ સાથે ગરબાનો વીડિયો વાયરલ થયો છે. જીવતા સાપ સાથે રાસ રમતો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો શ્રદ્ધા અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શીલ ગામે જીવતા સાપ સાથે રાસ રમતો વીડિયો વાયરલ
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિર્ભય થઈ યુવતીઓ ઓ રમે છે રાસ
મોગલ છેડતા કાળો નાગ ગીત પર યુવતીઓ રમી રહી છે રાસ
આ વીડિયો માંગરોળના શીલ ગામનો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ વાયરલ વીડિયોમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિર્ભય થઈને યુવતીઓ રાસ રમે છે. મોગલ છેડતા કાળો નાગ ગીત પર યુવતીઓ રાસ રમી રહી છે. જીવતા સાપ સાથે રાસ રમતો યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક નજરે આ વીડિયો જોઇને આશ્ચર્યમાં મુકાઇ જશો પરંતુ આ સત્ય છે. મા મોગલના વેશમાં યુવતીઓએ એક હાથમાં તલવાર અને એક હાથમાં સાપ સાથે ગરબા લીધા હતા. સાથે આ વીડિયોમાં કેટલીક યુવતિઓ રાસ લઇ રહી છે.