સર્પદંશ /
શિયાળામાં ધાબળા ઓઢતા પહેલા ચેતજો, મહેસાણામાં શિક્ષક સાથે ધબળાના કારણે જે થયું તે જાણીને ચોંકી જશો
Team VTV09:07 PM, 27 Nov 21
| Updated: 11:44 PM, 27 Nov 21
C
ધાબળામાં ઘુસી ગયેલા સર્પે શિક્ષકને દીધો દંશ
દંશ દીધા બાદ પણ શિક્ષક રહ્યા હતા અજાણ
ધાબળો ખંખેરતા સાપ નીકળતા સર્પે દંશ દીધો હોવાની જાણ થઈ
મહેસાણામાં સર્પદંશનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં પિયુષ સોલંકી નામના શિક્ષક જ્યારે સુવા ગયા ત્યારે ધાબળામાં અગાઉથી જ સર્પ ઘુસી ગયો હતો. બાદમાં શિક્ષકે ધાબળો ઓઢી લીધો હતો. ત્યારબાદ ધાબળામાં ઘુસી ગયેલા સર્પે શિક્ષકને દંશ દીધો હતો. શિક્ષકને સર્પે બે વખત દંશ દીધા હતા.
શિક્ષકને ગંભીર હાલતમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ સર્પદંશથી શિક્ષક અજાણ રહ્યા હતા. બાદમાં ધાબળો ખંખેરતી વખતે સાપ નીકળતા સર્પેદંશ દીધો હોવાની જાણ થઇ હતી.
આ ઘટના તમામ લોકો માટે એટલા માટે ચેતવનારી છે કે, શિયાળાના સમયમાં ધાબળા જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા તેને ખંખેરવા જોઈએ.
આખરે સમાચાર મળ્યા હતા કે આ શિક્ષકનો જીવ આખરે બચી ગયો હતો.