બ્રેકિંગ ન્યુઝ
VTV / Smriti Irani Dance With Artists Performing Traditional Dance In Manipur Watch Viral Video
Hiralal
Last Updated: 09:07 AM, 19 February 2022
ADVERTISEMENT
મતદારોને આકર્ષિત કરવા માટે નેતાઓ જાતજાતના હથકંડો અપનાવતા હોય છે. હવે કેન્દ્રીય મંત્રી પણ મણિપુરમાં મહિલા કલાકારો સાથે નાચતા દેખાયા હતા. મણિપુર સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મણિપુરમાં હવે પહેલા તબક્કા માટે 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કા માટે 5 માર્ચે મતદાન થશે. શુક્રવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ભાજપનો પ્રચાર કરવા માટે રાજ્યની રાજધાની ઇમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલા કલાકારો સાથે પારંપરિક નૃત્યમાં ભાગ લીધો હતો.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022
ADVERTISEMENT
ઈરાનીએ સ્થાનિક મહિલા કલાકારો સાથે પારંપરિક ડાન્સ કર્યો
ઈરાઈની સ્થાનિક મહિલા કલાકારો સાથે પારંપરિક ડાન્સ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેમને મહિલાઓ સાથે હસતાં હસતાં નાચી રહેલા દેખાતા હતા.
મણિપુરમાં 28 ફેબ્રુઆરીએ મતદાન
આ પહેલા મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મણિપુરમાં હવે પહેલા તબક્કા માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થવાનું હતું. આ સિવાય મણિપુરમાં બીજા તબક્કાના મતદાનની તારીખ 3 માર્ચથી બદલીને 5 માર્ચ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.