બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 02:38 PM, 6 December 2019
ADVERTISEMENT
સ્મૃતિ ઇરાનીએ લોકસભામાં કહ્યું કે આજે બંગાળના એક સાંસદ અહીં મંદિરનું નામ લઇ રહ્યા હતા અને તેઓ હૈદરાબાદ-ઉન્નાવની ઘટના વિશે બોલી રહ્યા હતા. પરંતુ અંતે માલદામાં શું થયું તેના પર કેમ ચુપ બેઠા છે.
સ્મૃતિ ઇરાનીએ માલદાનું નામ લીધુ તો લોકસભામાં હંગામો શરૂ થઇ ગયો અને TMC તરફથી સવાલ કરાયો કે શું થયું જણાવો? ત્યારે સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યો કે, જો નથી જાણતા, તો જઇને બંગાળનું ન્યૂઝ પેપર વાંચો.
ADVERTISEMENT
Union Minister Smriti Irani in Lok Sabha: The fact that you(Opposition MPs) shout here today, means you do not want a woman to stand up and talk about issues. You were quiet when in West Bengal panchayat polls, rape was used as a political weapon,you were quiet then. pic.twitter.com/XZxJc5pJad
— ANI (@ANI) December 6, 2019
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બોલ્યા કે, માલદાના રેપને રાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ કરાયો. શું એ સત્ય નથી કે આ ગૃહે ગંભીર ગૂનાના મામલામાં મોતની સજાનો કાયદો બનાવ્યો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ પ્રકારના ગૂનાઓ પર રાજનીતિ ન થવી જોઇએ. કેન્દ્ર સરકાર તરફથી મહિલા સંરક્ષણ માટે રાજ્ય સરકારોને પૈસા આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શુક્રવારે લોકસભામાં મહિલાઓ વિરુદ્ધ ગૂનાનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન તેઓએ હૈદરાબાદ એન્કાઉન્ટર, ઉન્નાવની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેઓએ ઉત્તર પ્રદેશની સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે ઉન્નાવની પીડિયા 95 ટકા સળગી ગઇ છે. દેશમાં આ શું થઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.