બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:27 PM, 8 September 2024
લાલ ગ્રહ મંગળ સૂર્યનો ચોથો ગ્રહ છે અને આ ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં એ વિશે હંમેશા લોકો વચ્ચે ચર્ચા રહે છે. સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક બે દાયકાની અંદર મંગળ પર એક આખું શહેર બનાવવાનું વિચારી રહ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે બે વર્ષ પછી મંગળ પર માનવરહિત સ્ટારશિપ લોન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ દરમિયાન હાલ સોશિયલ મીડિયા પર મંગળ ગ્રહની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને આ તસવીરોમાં મંગળની સપાટી પર 'ડરામણી સ્માઈલી' જોવા મળી રહી છે. આ પોસ્ટ ESA દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
મંગળ ગ્રહની આ સ્માઇલીની તસવીરો ક્લોરાઇડ મીઠું એકઠું થયું હોય તેની છે, જે લાલ ગ્રહના ઇતિહાસ વિશે વધુ જણાવે છે. આ પોસ્ટ શેર કરતાંની સાથે લખવામાં આવ્યું છે કે “Why so serious?'' આ ગ્રહ પર એક સમયે નદીઓ, સરોવરો અને સંભવતઃ મહાસાગરો હતા અને એ જગ્યા પર ક્લોરાઇડ મીઠું એકઠું થયું છે એ જોવા મળી રહ્યું છે અને આના દ્વારા તેના રહસ્યો જાહેર કરી રહ્યું છે.
આ તસવીરોમાં મંગળની સપાટી પર સ્માઇલી જેવું દૃશ્ય દેખાઈ રહ્યું છે જેમાં કહેવાય રહ્યું છે કે અહીં ક્લોરાઇડ મીઠું જોવા મળી રહ્યું છે. આ પોસ્ટમાં એક સ્માઇલીની જ નહીં પરંતુ બીજી ઘણી તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે.
હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો પોસ્ટ પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે "આ તસવીરો મને જેક સ્કેલેટનની યાદ અપાવે છે," તો બીજાએ લખ્યું કે, 'આ તસવીરો ખૂબ સુંદર છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.