બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Smartphones will be expensive, the price may increase due to this decision

મોંઘવારી / વધુ એક ઝટકો! મોંઘા થશે સ્માર્ટફોન, આ એક નિર્ણયના કારણે વધી શકે છે ભાવ

Megha

Last Updated: 12:13 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના એપેક્સ ઇનડાયરેક્ટ ટેક્સએ એક નવો આદેશ જારી કર્યો છે. એ આદેશ મુજબ મોબાઇલ ફોનમાં લગવામાં આવેલ ઇનપુટ્સ પર વધુ કસ્ટમ ચાર્જ વસૂલવામાં આવશે.

  • નવો મોબાઈલ ફોન ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
  • ભારતના એપેક્સ ઇનડાયરેક્ટ ટેક્સએ એક નવો આદેશ જારી કર્યો છે
  • મોબાઈલ બનાવતી કંપની કિંમતોમાં વધારો કરી શકે છે

આજકાલ મોબાઈલ વીના જીવવું એ ખોરાક વીના જીવવા જેવુ થઈ ગયું છે. મોબાઈલ ફોન જીવન જરૂરિયાતની એક વસ્તુ બની ગઈ છે એવામાં નવો મોબાઈલ ફોન ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આવનારા સમયમાં મોબાઈલની કિંમતમાં ધરખમ વધારો જોવા મળશે. ભારતના એપેક્સ ઇનડાયરેક્ટ ટેક્સએ એક નવો આદેશ જારી કર્યો છે. એ આદેશ મુજબ મોબાઇલ ફોનમાં લગવામાં આવેલ ઇનપુટ્સ પર વધુ કસ્ટમ ચાર્જ વસૂલવામાં આવશે.

કસ્ટમ ચાર્જ વધારવામાં આવશે
જો ફોનમાં લગાવવામાં આવેલ કંપોનેટ પર કસ્ટમ ચાર્જ વધારવામાં આવશે તો શક્ય છે કે ફોન બનાવતી કંપની મોબાઈલની કિંમતોમાં પણ વધારો કરી શકે છે. જો એવું થયું તો ગ્રાહકોએ નવો ફોન લેવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે બેક સપોર્ટ ફ્રેમવાળા સ્માર્ટફોનની ડિસ્પ્લે એસેમ્બલી પર 10% બેઝીક કસ્ટમ ડ્યુટી લાગશે.

15 ટકા સુધીનો વધારો 
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBIC એ કહ્યું હતું કે જો એન્ટિના પિન, પાવર કી અને બીજા કંપોનેટ ડિસ્પ્લે સાથે એસેમ્બલ કરવામાં આવે છે તો કસ્ટમ ડ્યુટી ચાર્જ 5 ટકા સુધી વધી શકે છે. આ સાથે કુલ કસ્ટમ ડ્યુટી ચાર્જ 15 ટકા સુધીનો થઈ શકે છે.

CBIC એ જણાવ્યું હતું કે સિમ ટ્રે, એન્ટિના પિન, સ્પીકર નેટ, પાવર કી, સ્લાઈડર સ્વીચ, બેટરી કમ્પાર્ટમેન્ટ, વોલ્યુમ, પાવર, સેન્સર, સ્પીકર, ફિંગરપ્રિન્ટ માટે  ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ (એફપીસી) અને અન્ય કોઈપણ વસ્તુ જે ડિસ્પ્લે એસેમ્બલી સાથે ફીટ કરવામાં આવે છે એ દરેક એસેમ્બલીમાં 15 ટકાના BCD દરને કસ્ટમ ડ્યુટી ચાર્જ લાગશે. મેટલ/પ્લાસ્ટિકના બેક સપોર્ટ ફ્રેમ સાથે અથવા તેના વીના પણ આ ચાર્જ વસૂલવામાં આવશે.

10 ટકાથી વધુ ન હોવો જોઈએ
આ નિર્ણય એવા સમયે આવી રહ્યો છે જ્યારે Vivo અને Oppo જેવી ચીની કંપનીઓ પર ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટેક કંપનીઓ દાવો કરી રહી છે કે સેલ્યુલર ફોનના જરૂરી કંપોનેટ પર કસ્ટમ ડ્યુટી ચાર્જ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે આ થઈ રહ્યું છે. મોબાઈલ ઉત્પાદક કંપનીનું માનવું છે કે કસ્ટમ ડ્યૂટી ચાર્જ 10 ટકાથી વધુ ન હોવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

CBIC Smartphone Price Hike smartphones કસ્ટમ ચાર્જ smartphones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ