Sunday, May 26, 2019

2022 સુધી ભારતમાં 285Mbps થઇ જશે ઇન્ટરનેટ સ્પીડ

2022 સુધી ભારતમાં 285Mbps થઇ જશે ઇન્ટરનેટ સ્પીડ
આજના સમયમાં ઇન્ટરનેટ વગર એક દિવસ પણ પસાર કરવો ખૂબ મુશ્કેલ થતો જઇ રહ્યો છે. આ કારણ છે કે ભારતમાં 35.7 કરોડથી વધારપે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આવનારા સમયમાં 84 કરોડથી વધારે હોઇ શકે છે. 

વાસ્તવમાં સિસ્કોએ પોતાની 'વિઝુઅલ નેટવર્કિંગ ઇન્ડેક્સ' રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2017માં ભારતીય ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 17 ટકા હતી જે વર્ષ 2022 માં 44% સુધી વધી જશે. આટલું જ નહીં સિસ્કોએ પોતાના રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે સ્માર્ટફઓન યૂઝર્સ ભારતમાં છે. એની સાથે જ જો દુનિયાભરથી ભારતની સરખામણી કરવામાં આવે તો 27% ભારતીય આબાદી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જે 2022 સુધી વધીને 60% થઇ જશે. 

સિસ્કો રિપોર્ટનું માનીએ તો આવનારા ચાર વર્ષમાં દુનિયાભરના મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ પણ વધશે. હાલ દુનિયાભરમાં ઇન્ટરનેટ સ્પીડ 13.2Mbps છે જે 2022 સુધી વધીને 285Mbps થવાની આશા છે. રિપોર્ટ પ્રમાણે વેસ્ટર્ન યૂરોપમાં 2022 સુધી ઇન્ટરનેટ સ્પીડ 50.5MBPS થઇ શકે છે. આ ઉપરાંત બ્રોડબેન્ડની સ્પીડમાં 2022 સુધી 75.4Mbpsમો વધારો થશે જે હાલ 39.4Mbpsની નજીક છે. ત્યારે Wifi ની  સ્પીડ 24.4Mbpsથી વધીને 2022 માં 54Mbps થઇ જશે. 

નોંધનીય છે કે સેટેલાઇટ GSAT 11 લોન્ચ કરી દેવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યું છે. એની શરૂઆત થતા જ દેશમાં ઇન્ટરનેટની સ્પીજ ઝડપી થઇ જશે. GSAT 11 દ્વારા દરેક સેકન્ડ 100 ગીગાબાઇટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે. એની મદદથી હાઇ વેન્ડવિથ કનેક્ટિવિટી 14 ગિગાબાઇટ/ સેકેન્ડ ડેટા ટ્રાન્સફર સ્પીડ શક્ય છે. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ