બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Smart villages will also be created along with smart cities in Gujarat

ગુજરાત / CM ભૂપેન્દ્ર પટેલનું ગામડા માટે મોટું પગલું: 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા, જુઓ કયા કયા

Dinesh

Last Updated: 09:23 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચાર ધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર

  • ગુજરાતમાં હવે સ્માર્ટ શહેરની સાથે સ્માર્ટ વિલેજ પણ બનશે
  • PM મોદીની યોજનાને આગળ વધારતા CM ભૂપેન્દ્ર પટેલ 
  • રાજયના 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનીનો વિચાર આપેલો છે. 

સ્માર્ટ વિલેજ: ગુજરાતના આ ગામના રસ્તાઓ ઉપર ટ્રેક્ટર-સાયકલો નહીં BMW અને ઔડી  ગાડીઓ દોડે છે! | Smart Village Dharmaj Village Anand Gujarat
    
16 જિલ્લાની જે 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે. આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16 જિલ્લાની જે 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી છે તેમાં આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2000 થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.   

11 માપદંડો
આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં (1) સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન (2) ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન (3) દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન (4) પંચાયત વેરા વસુલાત (5) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય (6) સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા (7) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ (8) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ (9) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (10) ગામમાં ગટર બનાવવી (11) ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે. આવા 11 મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022-23 લેવામાં આવ્યું હતું. આવા ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ઘ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી.

પ્રોત્સાહક રકમ આપવામાં આવશે
આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. 90% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર/પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ 90 માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Smart Villages સ્માર્ટ વિલેજ સ્માર્ટ વિલેજ જાહેર કરાયા સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના Gujarat Smart villages
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ