Smart City Ahmedabad municipal corporation system negligence
બેદરકારી /
‘સ્માર્ટ’ સિટીમાં અણધડ વહીવટ, લોકો પડે છે ખાડમાં છતાં નઠોર તંત્ર ગૌર નિદ્રામાં
Team VTV03:04 PM, 19 Jun 19
| Updated: 03:10 PM, 19 Jun 19
ચોમાસું બેસી ગયું છે તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં નઘરોળ તંત્રના કારણે હજુ રસ્તાના કામ ચાલુ છે. ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામનો ધમધમાટ ચાલે છે. તેમાં પણ જે તે પ્રોજેકટને બેરિકેડથી કવર કરવાની પણ તસદી લેવાતી નથી. જેના કારણે શહેરીજનોમાં સત્તાવાળાઓ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ગંદકી કરનાર લોકો પાસે દંડ વસૂલવા માટે જેટ ટીમ ફરતી કરાઇ છે. દબાણના મામલે ફોજદારી કરવાની બાબતે પણ સત્તાધીશો વિચારણા કરી રહ્યા છે, પરંતુ ચોમાસું બેસી ગયા છતાં પણ એક અથવા બીજાં કારણસર રોડ ખોદીને લોકોને મુસીબતમાં મુકનાર તંત્ર નાગરિકો પ્રત્યે જવાબદાર બનતું નથી.
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) ના સત્તાવાળાઓ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વિવિધ પ્રકારની યોજનાની જાહેરાત કરી રહ્યા છે. સ્માર્ટ ટોઇલેટ, વોટર એટીએમ, ઇ-લાઇબ્રેરી, ઇ-રિક્ષા, ઇલેક્ટ્રિક બસ-કાર, ર૪ કલાક પાણીનો પ્રોજેકટ જેવા અવનવા ગતકડાંનું તંત્ર આયોજન કરે છે. ગંદકી કરનાર લોકો પાસે દંડ વસૂલવા માટે જેટ ટીમ ફરતી કરાઇ છે. દબાણના મામલે ફોજદારી કરવાની બાબતે પણ સત્તાધીશો વિચારણા કરી રહ્યા છે, પરંતુ ચોમાસું બેસી ગયા છતાં પણ એક અથવા બીજાં કારણસર રોડ ખોદીને લોકોને મુસીબતમાં મુકનાર તંત્ર નાગરિકો પ્રત્યે જવાબદાર બનતું નથી.
ચોમાસું બેસી ગયું છે તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં નઘરોળ તંત્રના કારણે હજુ રસ્તાના કામ ચાલુ છે. ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામનો ધમધમાટ ચાલે છે. તેમાં પણ જે તે પ્રોજેકટને બેરિકેડથી કવર કરવાની પણ તસદી લેવાતી નથી. જેના કારણે શહેરીજનોમાં સત્તાવાળાઓ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.
ગઇ કાલનાં બે ઇંચ વરસાદમાં પણ હજારો નાગરિકો હાલાકીમાં મુકાઇ ગયા હતા. ઠેક ઠેકાણે ચાલતા રોડ, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના કામથી કાં તો નવા તૈયાર થયેલા રસ્તા બેસી ગયા હતા અથવા તો બેસેલા રોડમાં એએમટીએસ, ખાનગી સ્કૂલ બસ સહિતના વાહનો ફસાઇ ગયાં હતાં. ઘાટલોડિયાની સુપર સ્કૂલ પાસે ખાનગી કંપની દ્વારા ખોદકામ કર્યા બાદ પૂરા ન કરાતાં એક્ટિવા સહિતના વાહનો ફસાયાં હતાં.
અમરાઇવાડી ખાતે મેટ્રો રેલ પ્રોજેકટની ઓફિસ સામે પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાતાં ગરકાવ થયેલી એક ગાયને મહામુસીબતે સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી. આ ખાડામાં પણ બાઇકચાલકો પડતાં પડતાં બચી ગયા હતા. સતાધાર વિસ્તારમાં સૂરધારા સર્કલથી સતાધાર ચાર રસ્તા પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજનું કામ ચાલતું હોઇ તેમાં રસ્તા ખોદી નખાતાં ગઇ કાલે રોડ જ બેસી ગયો હતો. રોડ બેસી જવાથી કાર સહિતના વાહનો ફસાયાં હતાં. અમરાઇવાડી વિસ્તારમાં પણ રોડ બેસતાં વાહન ફસાયા હતા.
વેજલપુર વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે ઇસ્કોન મંદિરથી વિનોબાભાવે નગર જતી એએમટીએસ બસ સ્ટ્રોમ વોટર લાઇન બિછાવવાના કામ માટે ખોદાયેલા રસ્તામાં ખૂંપી જતાં ચાર વ્યકિતને નાની-મોટી ઇજા પહોંચી હતી. સમગ્ર રોડ ભયજનક હોવા છતાં તંત્ર દ્વારા બેરિકેડની કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી. નિકોલમાં દેવસ્ય સ્કૂલની બહારનાં ખોદકામથી પણ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે.
જોધપુરનાં પ્રહ્લાદનગર ચાર રસ્તા પાસે નર્મદાની પાણીની પાઇપલાઇન બિછાવવાની કામગીરીના કારણે હજુ પણ ખોદકામ ચાલુ હોઇ વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ઘાટલોડિયામાં રન્નાપાર્ક પાસે ખાનગી સ્કૂલ બસ ખાડામાં ફસાઇ જતાં બસને બહાર કાઢવા સ્થાનિકોએ રૂ.રપ૦૦ ખર્ચીને જેસીબી મશીન બોલાવવું પડયું હતું. બસ પસાર થતા સમયે રોડ બેસી જવાથી ફસાયેલી સ્કૂલ બસમાંથી મહામુસીબતે ૩૦ બાળકોને સલામત રીતે બહાર કઢાયા હતાં.
એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી ઇસ્કોન-પકવાન સુધી ચાલતી રોડની કામગીરીથી પણ નાગરિકો ત્રસ્ત છે. ખરેખર તો દર વર્ષની આ ચોમાસામાં પણ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ૩૧ મેની ડેટલાઇન ચૂકી ગયા છે. આ વખતે પણ શાસકોએ ૩૧ મે સુધીમાં તમામ રોડ, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનાં તમામ કામ પૂરી કરી દેવાશે તેવી જાહેરાત કરી હતી જેમાં તંત્રના અણઘડ આયોજનને કારણે નિષ્ફળતા મળી છે. રોડમાં ફસાઇ ગયેલાં વાહનને જો સ્વખર્ચે બહાર કાઢવાના હોય તો પ્રજાને થતી હાલાકી માટે જવાબદાર કોન્ટ્રાકટર કે અધિકારીને પેનલ્ટી કરીને પ્રજાને કયારે તેનું વળતર ચુકવાશે તેવો અણિયાળો પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે.