બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:30 PM, 5 September 2024
ઘણા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે એકલા રહેવાના વિચારથી પણ ડરતા હોય છે પણ આ દુનિયામાં એક એવું ગામ છે જ્યાં એક મહિલા એકલી રહે છે. આ ગામ અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે અને તેનું નામ છે નામ મોનોવી અને આ ગામમાં જે એક વૃદ્ધ મહિલા રહે છે તેનું નામ છે એલ્સી એઈલર.
ADVERTISEMENT
આ વિશ્વનું એકમાત્ર એવું ગામ છે જ્યાંની કુલ વસ્તી માત્ર એક વ્યક્તિની છે અને ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે આ જે એલ્સી એઈલર છે તેની ઉંમર આશરે 88 વર્ષની છે. આટલી ઉંમરલાયક હોવા છતાં આ મહિલા ગામના બધા જ કામ પોતે કરે છે.
ADVERTISEMENT
અમેરિકાનું આ ગામ 54 હેકટરમાં ફેલાયેલુ છે અને કહેવાય છે કે વર્ષ 1930માં અહીંયા 123 લોકો રહેતા હતા, સમય જતાં લોકો બહાર સેટલ થતાં રહ્યા અને 1980માં અહીંયા માત્ર 18 લોકો વધ્યા હતા.
વર્ષ 2000ની સાલ આવતા આવતા અહીંયા એલ્સી એઈલર અને તેના પતિ રુડી બે જ લોકો બચ્યા હતા પરંતુ રુડીનું 2004માં અવસાન થયા બાદ એલ્સી એકલા આ ગામમાં રહે છે.
ગામમાં એકલા રહેવાને કારણે આ આખા ગામની જાળવણીની જવાબદારી એલ્સી પર છે અને ત્યાંના જાહેર સ્થળોની જાળવણી માટે સરકાર તેમને અમુક પૈસા આપે છે. આ પૈસા કેવી રીતે અને ક્યાં ખર્ચ કરવો તે ફક્ત એલ્સી પર નિર્ભર છે. આ સિવાય સમર એટલે કે ઉનાળામાં લોકો આ ગામમાં ફરવા પણ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.