બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્મોલ કેપ કંપની શેર રૂપિયા છાપવાનું મશીન! 111 દિવસથી સતત અપર સર્કિટ, 1539%નું મલ્ટીબેગર રિટર્ન

બિઝનેસ / સ્મોલ કેપ કંપની શેર રૂપિયા છાપવાનું મશીન! 111 દિવસથી સતત અપર સર્કિટ, 1539%નું મલ્ટીબેગર રિટર્ન

Last Updated: 09:26 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં લિસ્ટેડ એક સ્ટોક તેના રોકાણકારોને સતત ચોકાવી રહ્યો છે. કંપનીના શેરમાં દિનપ્રતિદિન અપર સર્કિટ થઈ રહી છે અને રોકાણકારો ટુંક સમયમાં જ અમીર બની ગયા છે.

બજારમાં લિસ્ટેડ એક સ્ટોક તેના રોકાણકારોને સતત ચોકાવી રહ્યો છે. કંપનીના શેરમાં દિનપ્રતિદિન અપર સર્કિટ થઈ રહી છે અને રોકાણકારો ટુંક સમયમાં જ અમીર બની ગયા છે.

માર્કેટમાં લિસ્ટેડ એક સ્ટોક તેના રોકાણકારોને સતત ચોકાવી રહ્યો છે. કંપનીના શેરમાં દિનપ્રતિદિન અપર સર્કિટ થઈ રહી છે અને રોકાણકારો ટુંક સમયમાં જ અમીર બની ગયા છે. શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્કના શેર વિશે વાત કરી રહ્યા છીએ. આ શેર બુધવારે સતત 111મા દિવસે 2%ની ઉપલી સર્કિટ પર પહોંચ્યો છે. આજે આ શેર BSE પર રૂ. 672.20 પર પહોંચી ગયો છે. આ તેની 52 સપ્તાહની નવી ઊંચી સપાટી પણ છે.

સતત આપે છે નફો

શેર મૂડીમાં ઘટાડા પછી શેરને 2 એપ્રિલ2024 ના શેર દીઠ રૂ 41ના ભાવે સ્ટોક એક્સચેન્જમાં ફરીથી લિસ્ટ કરાયો હતો. ત્યારથી આ શેર દરરોજ ઉપલી સર્કિટને સ્પર્શી રહ્યો છે અને અત્યાર સુધીમાં 1,539 ટકા એટલે 16.4 ગણો મોટો વધારો થયો છે. હાલમાં કંપનીના શેર 'T' સેગમેન્ટમાં ટ્રેડ થાય છે. અમે તમને જણાવી દઈએ કે ટી-ગ્રુપ શેર એ સિક્યોરિટીઝ છે જે BSE દ્વારા ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં મૂકવામાં આવે છે. આ શેર્સમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગની અનુમતિ નથી. T2T સ્ટોક્સ માત્ર ડિલિવરી આધારિત હોઈ શકે છે એટલે કે ખરીદદારે આ શેરની ડિલિવરી લેવાની હોય છે.

Website Ad 1200_628 color option

શેરહોલ્ડિંગ પેટર્ન શું છે?

30 જૂન, 2024 સુધીમાં શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્ક પાસે કુલ 25.37 મિલિયન બાકી ઇક્વિટી શેર હતા. તેમાંથી 59.52 ટકા પ્રમોટરો પાસે હતા. શેરહોલ્ડિંગ પેટર્ન ડેટા દર્શાવે છે કે બાકીનો 40.48 ટકા હિસ્સો કોર્પોરેટ સંસ્થાઓ (39.59 ટકા), નિવાસી વ્યક્તિગત રોકાણકારો (0.63 ટકા) અને બેન્કો (0.23 ટકા) પાસે હતો.

આ પણ વાંચોઃ બિગ બોસ ફેમ એલી અવરામના બિકીનીમાં સિઝલિંગ પોઝ, બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

કંપની વિશે

કંપની કંટેટ પ્રોડક્ડશન અને વિતરણમાં સક્રિય છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે બિઝનેસ રિવાઇવલ પ્લાન તૈયાર કર્યો છે. આગામી 6 થી 8 ત્રિમાસિક ગાળામાં તે હકારાત્મક નાણાકીય પરિણામોની અપેક્ષા રાખે છે. ટેક્નિકલ રીતે શેરના ભાવમાં સતત અપટ્રેન્ડને જોતાં શેર તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થતો જોવા મળે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Return Multibagger stock Business news in gujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ