વાપીના મહાલક્ષ્મીનગમાં છેલ્લા ઘણા સમયથી ચંપલ ચોરીની ઘટના સામે આવી રહી છે. હજી પણ વાપીમાં ચંપલ ચોરનો આતંક યથાવત્ છે. ત્યારે હવે મહાલક્ષ્મીનગરના એપાર્ટમેન્ટમાં બૂટ અને ચંપલની ચોરી થઈ. બૂટ અને ચંપલ ચોર CCTV કેમેરામાં કેદ થયો હતો. આ શખ્સ ઘરની બહાર રાખેલા મોંઘા ચંપલની ચોરી કરતો હતો..