બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે લાઇટ ઓન કરીને ઊંઘવાની આદત હોય તો ચેતી જજો! જાણો કેમ, જોઇ લો આ Video
Last Updated: 02:04 PM, 5 February 2025
સારા સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત આહાર અને સારી દિનચર્યાની સાથે પૂરતી ઊંઘની જરૂર છે. ઊંઘની અવધિ અને ગુણવત્તામાં કોઈપણ ઘટાડો એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આથી જ આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને દરરોજ રાત્રે 6-8 કલાકની અવિરત ઊંઘ લેવાની ભલામણ કરે છે. જોકે સારી ઊંઘ માટે યોગ્ય વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.એવામાં ઘણા લોકોને રાત્રે લાઇટ ઓન કરીને સુવાની આદત હોય છે જો કે આ આદતને કારણે એ લોકો બીમાર પણ પડી શકે છે.
ADVERTISEMENT
એવું કહેવાય છે કે રાત્રે લાઇટ બંધ રાખીને સૂવાથી તમને ઝડપથી અને સારી ઊંઘ આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોએ એક સ્ટડી બાહર પાડી હતી એ મુજબ, લાઇટ ચાલુ રાખીને સૂવાથી હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે . એટલું જ નહીં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના એક રિસર્ચમાં પણ આવો જ કઈંક ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
રાતે લાઇટ ઑન કરીને સૂઈ જવાથી શું બીમારીઓ થઈ શકે છે તે જાણવા માટે જોઈ લો આ વિડીયો.
ઊંઘ દરમિયાન પ્રકાશના સંપર્કમાં આવવાથી તમારા મગજને ગાઢ નિંદ્રા પ્રાપ્ત કરવી મુશ્કેલ બને છે. જો તમે રાતે ડીપ સ્લીપ એટલે કે ગાઢ નિંદ્રા નથી લેતા તો તમારા મગજની પર નકારાત્મક અસર થાય છે. યોગ્ય ઊંઘ ન મળવાને કારણે મગજની પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે અને કોઈપણ કામ સફળતાપૂર્વક કરવામાં અવરોધ આવે છે. સારી ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, તેથી ઓછી ઊંઘને કારણે સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ઊંઘનો અભાવ અસંતુલિત મૂડ અને ચીડિયાપણાનું કારણ બની શકે છે.
રિસર્ચ મુજબ જે લોકો રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી આવતી બ્લૂ લાઇટ પણ તમારા મૂડ પર સૌથી ખરાબ અસર કરી શકે છે, જે પાછળથી ડિપ્રેશનનું મુખ્ય પરિબળ બની શકે છે. જો તમે વસ્તુઓને ક્યાંક રાખવાનું ભૂલી જાઓ છો, હંમેશા એકલતા અનુભવો છો, કોઈ કામ યોગ્ય રીતે કરી શકતા નથી, તો તેની પાછળ રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાથી આ સમસ્યા થઈ શકે છે.
ખાસ કરીને મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ રાત્રે લાઇટ ઓન કરીને અથવા અથવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની લાઇટમાં સુવે છે તેમનામાં સ્થૂળતાના લક્ષણો વધુ જોવા મળે છે. આનું એક કારણ એ હોઈ શકે છે કે વધુ લાઇટમાં યોગ્ય ઊંઘ ન મળવાને કારણે વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે અને વધુ પડતો ખોરાક ખાવાથી સ્થૂળતા વધે છે.
એટલું જ નહીં રાત્રે બલ્બના પ્રકાશમાં સૂવાથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે, જેનાથી ઊંઘ પર અસર થાય છે. કૃત્રિમ પ્રકાશ આપણી ઊંઘને ઘણી રીતે અસર કરે છે. જે લોકો લાઇટ ચાલુ રાખીને ઊંઘે છે, તેઓમાં સ્લીપ હોર્મોન મેલાટોનિન ખલેલ પહોંચે છે. આ હોર્મોનમાં ખલેલ ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
રિપોર્ટ અનુસાર જે લોકો રૂમમાં લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે તેમને પણ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે. સાથે જ લાઇટ ઓન કરીને સૂવાથી ક્રોનિક રોગોનો ખતરો વધી જાય છે.
વધુ વાંચો: આ રીતે લાઇફસ્ટાઇલ જીવવાનું શરૂ કરો, બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે, રહેશો હેલ્ધી એન્ડ ફીટ
કેટલાક લોકોની સમસ્યા એ છે કે તેઓ લાઇટ બંધ કર્યા પછી સૂઈ શકતા નથી કારણ કે તેઓ ડરી જાય છે અથવા તેમના મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ હોય છે. આવી સ્થિતિમાં, તમારે સૂતા પહેલા તમારી આંખો પર આઈ-બેગ લગાવો. આ સિવાય તમારી આંખો સૂતા પહેલા લાઇટના સંપર્કમાં ઓછી આવે તેવું કરો. જો તમને અંધારામાં ઊંઘ નથી જ આવતી તો તમે ફ્લોર પર ડિમ લાઇટ રહે એ પ્રમાણે થોડી લાઇટ ઓન રાખી શકો છો પણ ધ્યાન રાખો કે રૂમમાં વધુ લાઇટ કે પ્રકાશ ન રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.