બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 01:59 PM, 29 March 2023
7-8 કલાકની ઊંઘથી વધારે સુવાથી શરીરમાં ઉપસ્થિત થાય છે અનેક બીમારીઓ
વધારે સુવાથી ડાયબિટીસ ટાઇપ 2નો ખતરો વધારે રહે છે
જરુર કરતા ઓછી ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક
ADVERTISEMENT
sleeping Tips:દરેક વ્યક્તિ માટે હેલ્દી ખોરાક ખાવો જરુરી છે તેટલી જ ભરપૂર ઊંઘ લેવી પણ જરુરી છે. જે લોકો 7-8 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેઓ પોતાના શરીરમાં અનેક બીમારીઓ પેદા થવાનો ખતરો રહેલો છે. શરીરને આખો દિવસ એક્ટિવ અને હેલ્દી રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરુરી છે. તમે જાણતા હશો કે અપુરતી ઊંઘ શરીર પર ખરાબ અસર કરે છે, પરંતુ શું તમે તે જાણો છો કે વધારે પડતી ઊંઘ પણ સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન પહોંચાડી શકે છે ? જો રોજ તમે 8-9 કલાકથી વધારે સુવો છો તે તમારે તેનાથી થનારા નુકશાન વિશે જાણી લેવુ જોઇએ.
વધારે સુવાથી શરીર પર પડે છે આ ખરાબ અસર
1. માથામાં દુખાવો : વધારે સુવાથી ન્યુરોટ્રાંસમીટર પર ખરાબ અસર થાય છે, જેનાથી તમારા માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. જો તમે લાંબા સમય સુધી સુતા રહો છો તો તમારી રાતની ઊંઘમાં સમસ્યા થઇ શકે છે. જે બાદમાં માથાના દુખાવાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
2. મેદસ્વીતા: મેદસ્વીતા કેન્સર અને ડાયાબિટીસ સહિક અનેક બીમારીઓનું કારણ બને છે. વધારે સુવાથી જાડાપણાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ કારણ છે કે વધારે ઊંઘવાથી બચવુ જોઇએ. જો કે ઓછી ઊંઘ લેવી પણ એક સમસ્યાનું કારણ બની શકે છે.
3. ટાઇપ 2 ડાયાબિટીસ: બિનજરુરી ઊંઘથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનો ભય રહે છે કારણ કે વધારે ઊંઘવાથી મેદસ્વીતા વધે છે, જે ડાયબિટીના જોખમને પેદા કરી શકે છે.
4. હૃદયને લગતા રોગ: વધારે સુવાથી તમને હૃદયને લગતી બીમારીઓ થઇ શકે છે. જે લોકો જરુર કરતા વધારે સુતા હોય તો તેમના શરીરમાં હૃદય રોગનો પેદા થવાનો ખતરો વધારે હોય છે. આંકડા બતાવે છે કે જે લોકો રોજ રાત્રે 11 કલાક સુવે છે તેમને હૃદયની બીમારી વિકસિત થવાની સંભાવના અન્ય લોકો કરતા વધારે હોય છે. અન્ય લોકો 7થી 8 કલાક સુવે છે.
5. ડિપ્રેશન: ડિપ્રેશનથી પીડિત લોકો ઓછી ઊંઘના કારણે પીડિત હોય છે. જો કે અમુક એવા પણ લોકો છે જે જરુર કરતા વધારે સુવે છે. વધારે સુવાથી સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. આ જ કારણ છે કે કોઇ વ્યક્તિએ ન તો વધારે અને ના ઓછી ઊંઘ લેવી જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.