બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:18 PM, 8 October 2024
બાળપણમાં સ્કૂલ જવાનું હોય કે અત્યારે નોકરી, ઉંઘમાંથી ઉઠીને જવાનો લગભગ લોકોને આળસ આવે પણ વિચારો કે જો કોઈ આપણને ઉંઘવાના જ પૈસા આપે તો..એ પણ 9 લાખ રૂપિયા! હાલમાં જ ભારતની એક છોકરીએ નિંદર કરીને 9 લાખની કમાણી કરી છે.
ADVERTISEMENT
હવે પ્રશ્ન એ થાય કે આ કમાણી કેવી રીતે થાય? તો તેનો જવાબ છે સ્લીપ ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાંથી. ખાસ વાત એ છે કે આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. જો તમારે પણ આમાં ભાગ લેવો છે તો ગૂગલ પર સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સર્ચ કરી લો.. Wakefitનામની આ કંપની આવા ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ચલાવી રહી છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ પર તમને આના વિશે બધી જ ડિટેલ મળી રહેશે.
ADVERTISEMENT
આ ઇન્ટર્નશિપ તે લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમના માટે ઊંઘ સૌથી મહત્વની છે. આમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ દરરોજ રાત્રે ઓછામાં ઓછા 8 થી 9 કલાક સૂવાનું હોય છે અને દિવસ દરમિયાન 20-મિનિટની પાવર નેપ લેવાનો હોય છે. સાથે જ દરેક વ્યક્તિને સ્લીપ ટ્રેકર સાથે પ્રીમિયમ ગાદલું આપવામાં આવે છે જેથી ઊંઘને ટ્રેક કરી શકાય.
કંપનીનું કહેવું છે કે, આ માટે તમારે કોઈ મોટી લાયકાતની જરૂર નથી. બસ તમને ઊંઘવાનું ગમતું હોવું જોઈએ. કોઈ પણ વિષયમાં બેચલર કે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. એટલું જ નહીં, દરેક પસંદગી પામનાર ઇન્ટર્નને 1 લાખ રૂપિયા મળશે. વર્ષે 'સ્લીપ ચેમ્પિયન' બનનારને 10 લાખ રૂપિયા સુધી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.