બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sleep Apnea May Be Linked to Higher Levels of Alzheimer's Bio marker in Brain

હેલ્થ / નસકોરામાં છુપાયેલાં હોઈ શકે છે બીમારીનાં લક્ષણ, જાણો

vtvAdmin

Last Updated: 04:23 PM, 31 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાતની ઊંઘ ખરાબ કરનાર નસકોરાં ગંભીર બીમારીઓની ચેતવણી પણ હોઈ શકે છે તેને ઓએસએ (ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ એપ્નિયા) કહેવાય છે.

સૂતી વખતે અચાનક શ્વાસ રોકાય તેને ઓએસએ કહેવાય છે. શ્વાસમાં સમસ્યા થાય તો વ્યક્તિ નસકોરાં બોલાવે છે. હાલના અભ્યાસ મુજબ આ પરેશાની હૃદયની બીમારીઓ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિનના જણાવ્યા મુજબ લગભગ ૯ ટકા મહિલાઓ અને ૨૪ ટકા પુરુષો ઓએસએથી પીડાય છે. મોટા ભાગે પ્રૌઢ અને મોટી ઉંમરના લોકો તેનો શિકાર થાય છે. સમય સમયે તેની તપાસ ન કરાવવી તે પણ મોટી સમસ્યા છે. લગભગ ૧૦માંથી ૯ લોકોની બીમારીનો ઈલાજ કરી શકાય તેવી હોય છે, પરંતુ તપાસ ન થવાના કારણે આવા લોકો ઈલાજથી વંચિત રહી જાય છે.

ઓએસએની બાબતમાં નસકોરાં સૌથી મહત્ત્વનું લક્ષણ છે. નસકોરાં ભલે હળવાં હોય કે બહુ તેજ તેની અવગણના ન કરવી જોઈએ. સમય સમયે તપાસ કરાવવાથી ગંભીર સમસ્યાઓથી બચવું શક્ય બની શકે છે. આ ઉપરાંત રાતમાં પૂરતી ઊંઘ લીધા બાદ પણ સવારે જાગવાથી થાક અનુભવાય છે, તે પણ ઓએસએનાં લક્ષણોમાં સામેલ છે. 

વજનને નિયંત્રણમાં રાખવું તે સ્લીપ એપ્નિયાથી બચવાની અસરકારક રીત છે. અભ્યાસ કહે છે કે અડધાથી વધુ જાડા લોકોને વજન ઘટાડવાથી સ્લીપ એપ્નિયાની પરેશાનીથી રાહત મળે છે. કેટલીક બાબતોમાં માત્ર વજન ઘટાડવાથી પરેશાની દૂર થતી નથી. આ પરેશાની માટે બજારમાં કેટલાંક ડિવાઈસ પણ ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Brain Health Care Sleep Apnea Sleep Apnea Treatment lifestyle news Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ