Skymet forecasts rains, chances of drought increase in Gujarat
વરસી જા બાપલિયા /
ગુજરાતમાં મેઘો રિસાયો : વરસાદની આગાહીને બદલે નિષ્ણાંતોને હવે દુષ્કાળની ભીતિ, જુઓ શું છે વરસાદના હાલ
Team VTV12:33 PM, 24 Aug 21
| Updated: 12:33 PM, 24 Aug 21
ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં જ 9% વરસાદની અછત,ચોમાસામાં સામાન્યથી પણ ઓછો વરસાદ થવાની સંભાવના
દેશમાં 60 ટકા જ વરસાદ થયાનું સ્કાયમેટનું અનુમાન
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા
લાંબા ગાળે સરેરાશ વરસાદ લગભગ 94 ટકા થવાની સંભાવના
ખેડૂતોનો મહામૂલો પાક પાણી વગર તરફડી રહ્યો છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદની ખાનગી ક્ષેત્રે અનુમાન કારતી સ્કાયમેટ નામની સંસ્થાએ ગુજરાત સહિત દેશના વરસાદના સંભાવનાની આગાહી કરી છે. સ્કાયમેટની સંભાવના અનુસાર ગુજરાતમાં 47%, ઓડિશામાં 31% કેરળમાં 28%, મણિપુરમાં 58%, અરુણાચલ પ્રદેશમાં 25% આસામ 20% નાગાલેન્ડમાં 23% વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર પ્રશ્ચિમ ભારતમાં 11% વરસાદની કમી, મધ્યભારતમાં 11% અને પૂર્વી ભારતમાં પણ 11% તેમજ પૂર્વોત્તર ભારતમાં પણ 4% વરસાદ ઓછો થયો છે.
ગુજરાતમાં દુષ્કાળની શકયતાના સંકેત
સ્કાઈમેટની આગાહી અનુસાર દેશમાં આ વર્ષ વરસાદ 60% ઓછો રહેશે, ખેડૂતો માટે ચિંતાનો વિષય એ છે કે ગુજરાત સહીત પશ્ચિમ રાજસ્થાન તેમજ ઓડિશામાં દુષ્કાળના સંકેત સ્કાયમેટ દ્વારા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્યથી વધૂ રહ્યો છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ સાવ ઓછો રહેવાની અનુમાન છે. 13 એપ્રિલ 2021ના રોજ સ્કાઈમેટે હવામાનની આગાહી કરી હતી જેમાં જૂનમાં 106% અને જુલાઇમાં 97% વરસાદ પડવો જોઈતો હતો પણ એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ રહ્યો છે જે સૂચવે છે કે વરસાદની ઘટ પડી છે. હાલની સ્થિતિને જોતાં સ્કાયમેટે ચોમાસાના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. (LPA= લાંબા સમયની વરસાદની સરેરાશ)
સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી
તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું સાવ નબળું રહ્યું છે ખેડૂતોને આસ છે કે ચોમાસાના અંતમાં વરસાદ વરસી શકે છે પણ સ્કાઈમેટના તારણ અનુસાર સપ્ટેમ્બરમાં LPA(170.2 MM)ની સરખામણીએ 100% વરસાદ થઈ શકે છે. જેનો મતલબ કે થોડી આશા બંધાઈ છે કે ખેડૂતોનો પાકને જીવતદાન મળી શકે છે પણ સાથે જ સ્કાઈમેટએ એ પણ કહ્યું છે કે વરસાદ પાડવાની સભાવના સાવ નહિવત છે. ચોમાસું નબળું રહેવાનું કારણ હિન્દ મહાસાગરમાં IODના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. તેને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ ( Indian Ocean Dipole(IOD) )કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત દર્શાવાયા નથી. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં જ 9% વરસાદની અછત છે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડવાની શક્યતા વધી ગઈ છે.
ઓગસ્ટના અંતમાં નહીં પડે વરસાદ : IMD પુણે
ભારત સરકાર તરફથી વરસાદની આગાહી કરતી IMD પુણેના જળવાયુ અને અનુસંધાન સેવાઓના પ્રમુખ ડીએસ પાઈએ કહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ પાડવાની સંભાવના સાવ ઓછી છે. કોઈક જગ્યાએ થોડો ઘણો વરસાદ પડી શકે છે પણ સાર્વત્રિક વરસાદ પડશે નહીં. વધુ તેમણે એક સારા સંકેત આપતા કહ્યું કે સપ્ટેમ્બરમાં વરસાદના સંકેત મળી રહ્યા છે પણ કુલ વરસાદ આ વર્ષના ચોમાસામાં સામાન્યથી પણ નીચો રહેશે.