બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / skm urges president to direct center to repeal new agricultural laws

Farmer Protest / નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે SKMએ કર્યું આ કામ, જાણો શું કહ્યું

Bhushita

Last Updated: 07:04 AM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્તિ કિસાન મોર્ચાના નેતૃત્વમાં થઈ રહેલા ઐતિહાસિક ખેડૂત આંદોલનને ન ફક્ત ખેતી અને દેશના ખેડૂતોને બચાવવા માટે છે પણ દેશના લોકતંત્રને બચાવવા માટે પણ છે.

નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે  SKMએ કર્યું આ કામ
રાષ્ટ્રપતિને લખ્યો પત્ર અને કર્યું નિવેદન
એમએસપીની ગેરેંટી અને નવા કાયદાની માંગ

 
સંયુક્ત કિસાન મોર્ચાએ શુક્રવારે રાષ્ટ્રપતિ કોવિંદને એક નિવેદન રજૂ કર્યું છે જેમાં ત્રણ કૃષિ કાયદાને તરત જ રદ્દ કરવા માટે કેન્દ્રને આદેશ આપવાનો અનુરોધ કરાયો છે. મોર્ચાએ નિવેદનની મદદથી દેશના કરોડો ખેડૂત પરિવારની પીડા અને રોષ સાથે રાષ્ટ્રપતિને જાણ કરી છે. કેન્દ્રના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીની સીમાઓ પર અડ્ડો જમાવ્યો હતો. તેઓ ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા અને સાથે ફસલને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરેંટી આપવા માટે એક નવો કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. 

SKMએ કર્યું આ કામ 
મોર્ચાએ કહ્યું કે તમને સોંપાયેલા આ નિવેદનથી અનુરોધ છે કે અમે તમને દેશના કરોડો ખેડૂતોના પરિવારની પીડા અને રોષની જાણ કરી રહ્યા છીએ. અમને આશા છે તમે કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગ અને ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા અને દરેક ખેડૂતને માટે લાભકારી એમએસપીની ગેરેંટીનો કાયદો લાવવાનો સ્વીકાર કરવાનો આદેશ આપશો. 
 
ખેતીને બચાવવા માટે છે ખેડૂત આંદોલન
નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્ત કિસાન મોર્ચાના નેતૃત્વમાં થઈ રહેલા ઐતિહાસિક કિસાન આંદોલન ન ફક્ત કૃષિ અને દેશના ખેડૂતોને બચાવવા માટે છે પરંતુ દેશના લોકતંત્રને પણ બચાવવા માટે છે. મોર્ચાએ કહ્યું કે અમને આશા છે કે તેને રાષ્ટ્રપતિનું સમર્થન મળશે કેમકે તેઓએ ભારતના સંવિધાનની રક્ષા કરવાના શપથ લીધા છે.  
 

ખેડૂતોની રેલી અને રાજભવન પર પ્રદર્શનની ચીમકી 

ખેડૂતો દ્વારા નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારીમાં છે.  ખેડૂતોની રેલીને લઈને દિલ્લી પોલીસ એલર્ટ મોડ પર છે તો સાથે દિલ્લી મેટ્રોના ત્રણ સ્ટેશન બંધ કરાયા છે. વિધાનસભા, સિવિલ લાઇન્સ અને વિશ્વવિદ્યાલય સ્ટેશન બંધ રહેશે.

ખેડૂત આંદોલનને લઈ ફરી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું મોટું નિવેદન
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરીથી પણ કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાત કરવા અડધી રાતે પણ તૈયાર છે.  "કૃષિ કાયદાના જે પ્રાવધાન સામે વાંધો હોય તેના પર વાત કરવા સરકાર તૈયાર" છે. પરંતુ એ પણ કહીકત છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે અગાઉની 11 બેઠક યોજાઈ હોવા છતાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.  

સંકળાયેલા મુદ્દાઓ

Farm law SKM Tractor Relly farmer Protest કૃષિ કાયદા કેન્દ્ર ખેડૂતો માંગ રાષ્ટ્રપતિ રેલી વાતચીત farmer protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ