સંયુક્ત ખડૂત મોર્ચાએ દિલ્હીની બોર્ડર પર ગત 1 વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂત સંગઠનોને મળેલા દાનની ડિટેલ જાહેર કરી. વિગતો અનુસાર 26 નવેમ્બર 2020માં 29 નવેમ્બર 2021 સુધી ખેડૂત સંગઠનોને કુલ 6 કરોડ 35 લાખ 83 હજાર 940 રુપિયાનું દાન મળ્યું. ત્યારે 6 કરોડ 35 લાખ રુપિયાથી વધારે મળેલા દાનમાં ખેડૂત સંગઠન અત્યાર સુધીમાં 5 કરોડ 39 લાખ 83 હજારથી વધારે રુપિયા ખર્ચ કરી ચૂક્યા છે. હાલ તેમની પાસે 96 લાખ રુપિયા બચ્યા છે.
કયા કામમાં સૌથી વધારે ખર્ચાયા પૈસા?
પ્રદર્શન કારી ખેડૂત સંગઠનોનું માનીએ તો સૌથી વધારે ખર્ચ સ્ટેઝ બનાવવા તથા તેની ઉપર સ્પીકર અને લાઈટની વ્યવસ્થા કરવા પર ખર્ચ થયો છે. લગભગ 81 લાખ 47 હજારથી વધારે રુપિયા મંચ, લાઈટ અને સાઉન્ડ પર એક વર્ષમાં ખર્ચ થઈ ચૂક્યા છે. ત્યારે પ્રદર્શનકારીઓના નહાવા અને પીવાના પાણીની વ્યવસ્થામાં ખેડૂત સંગઠનોએ 17 લાખ 95 હજારથી વધારે ખર્ચ થયા છે.
ક્યાં કેટલા ખર્ચાયા વિગતવાર વિવરણ
ખર્ચના વિવરણ મુજબ તેમણે અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓની સારવાર અને દવાઓ પર 68 લાખ 57 હજારથી વધારે રુપિયા ખર્ચ કર્યા છે. તિરપાલ, કૈમરા અને વોકી ટોકી પર 38 લાખથી વધારે, પ્રદર્શન સ્થળની સફાઈ પર 32 લાખથી વધારે , લંગરના ટેન્ટ 51 લાખ રુપિયા, વરસાદથી બચવા વોટર પ્રુફ ટેન્ટ પર 19 લાખથી વધારે, ટીન શેડ પર 45 લાખથી વધારે તથા આંદોલનના પ્રચાર પ્રસાર કરનારી આઈટી સેલ પર 36 લાખથી વધારે ખર્ચ થયો છે.
હાલ ખેડૂતો ઘર વાપસી નહીં કરે કેમ કે...
કૃષિ કાયદો રદ્દ થઈ ચૂક્યો છે. હજું ખેડૂતોની કેટલીક માંગો છે. જેને લઈને ખેડૂત આંદોલન પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે ખેડૂતની તમામ માંગો હજું પુરી થઈ નથી. સરકાર એમએસપી પર કાયદો બનાવશે. આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવું પડશે આ ઉપરાંત તેમની વિરુદ્ધના ખોટા કેસ પાછા લેવા પડશે. જે બાદ ખેડૂતોની ઘર વાપસી થશે.