બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ભૂલથી પણ શેવિંગ બાદ ચહેરા પર ન લગાવવી જોઇએ આ 3 ચીજ, નહીંતર થશે સ્કિન એલર્જી!
Last Updated: 03:45 PM, 30 January 2025
શેવિંગ કર્યા પછી તરત જ ચહેરા પર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. ઘણા લોકો શેવિંગ કર્યા પછી તરત જ ચહેરા પર કેટલીક એવી વસ્તુઓ લગાવે છે જેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેનાથી ચહેરા પર નિશાન પણ પડી શકે છે. એટલે જ શેવ કર્યા પછી આવું ન કરવું જોઈએ. આજે અમે એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જે શેવિંગ કર્યા પછી તરત જ ન લગાવવી જોઈએ.
ADVERTISEMENT
પરફ્યુમ - કેટલાક લોકો શેવિંગ કર્યા પછી પરફ્યુમ લગાવે છે. જણાવી દઈએ કે તેમાં આલ્કોહોલ અને અન્ય કેમિકલ્સ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. શેવિંગ કર્યા પછી તરત જ ચહેરા પર પરફ્યુમ અથવા કોલોન લગાવવાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ આવી શકે છે. તેથી, શેવિંગ કર્યા પછી તરત જ ક્યારેય પરફ્યુમ ન લગાવો. ઘણીવાર પરફ્યુમ લગાવવાથી ત્વચામાં બળતરા પણ થઈ શકે છે. આ બળતરા ખૂબ ખતરનાક હોય છે.
ADVERTISEMENT
સુગંધિત ક્રીમ - કોઈપણ ક્રીમ લગાવવાથી ચહેરા પર એલર્જી થઈ શકે છે. મેકઅપ અથવા ફાઉન્ડેશનમાં પણ કેમિકલ્સ અને આલ્કોહોલ હોય છે જે ત્વચાને ખરાબ કરી શકે છે. શેવિંગ કર્યા પછી તરત જ ચહેરા પર મેકઅપ કે ફાઉન્ડેશન લગાવવાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ આવે છે. જ્યારે સુગંધિત ક્રીમ ત્વચામાં એલર્જી અને શુષ્કતાનું કારણ બને છે. આ કારણે, ઘણીવાર ચહેરા પર નાના ખીલ પણ થાય છે. જેના કારણે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એટલે આ પ્રકારની ક્રીમ લગાવવાનું ટાળવું જોઈએ. આનાથી ચહેરાની સુંદરતા ખતમ થઈ જાય છે.
હેર રિમૂવલ ક્રીમ અથવા જેલ
હેર રિમૂવલ ક્રીમ અથવા જેલમાં એવા કેમિકલ્સ હોય છે જે ત્વચાની એલર્જીનું કારણ બને છે. શેવિંગ કર્યા પછી તરત જ ચહેરા પર હેર રિમૂવલ ક્રીમ કે જેલ લગાવવાથી ત્વચામાં બળતરા થવા લાગે છે. આના કારણે ત્વચા ખરાબ થવા લાગે છે. શેવિંગ પહેલાં અથવા પછી તરત જ આ ક્રીમ અથવા જેલ લગાવવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: ચહેરા પર સુંદરતા લાવવા બસ અપનાવો આ એક નુસખો, ભલભલી મોંઘી પ્રોડક્ટ્સ થઇ જશે ફેલ
શેવિંગ કર્યા પછી તરત ચહેરા પર શું લગાવવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.