બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / પગ પર મેલ જામી ગયો છે? કાળા ધાબાને દૂર કરવા આ રીત અપનાવો, પાર્લરની નહીં પડે જરૂર
Last Updated: 02:53 PM, 3 September 2024
વર્તમાન સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાકના કારણે ચામડી વીક પડી જતી હોય છે. એવામાં ખાસ કરીને પગની સ્કિન તડકો અને ધૂળ-માટીના કારણે બેજાન જતી જાય છે. જો તમે આ પણ આ સમસ્યાથી પીડાતા હોય તો ચિતા મૂકી દો, આ સરળ અને ઘરેલુ નુસખાના ઉપયોગથી પગ સુંદર અને મુલાયમ રહેશે. આ નુસખા તમારા પગને થોડા જ દિવસોમાં ગુલાબ જેવા કોમળ બનાવે છે. આ નુસખાને એક વાર અપનાવવાથી પાર્લર જવાની પણ જરૂર પડતી નથી. સાથે જ કોઈ મહેનતની પણ જરૂર નહીં. તો ચાલો જાણીએ આ સિમ્પલ પેડિક્યોર નુસખાને કઈ રીતે અપનાવી શકાય.
ADVERTISEMENT
ઘરે પેડિક્યોર કરવાની સરળ પદ્ધતિ
ADVERTISEMENT
પહેલુ સ્ટેપ
સૌ પ્રથમ 4 ગ્લાસ ગરમ પાણીમાં 1-2 લીંબુની છાલ નાખીને સરખી રીતે ઉકાળો. એક ટેબ લઈને તેમાં આ પાણી ઉમેરો . આ પાણીને ઉકળવા દેવું અને 5 મિનિટ માટે પગને ડૂબાડીને રાખવા. આટલું કર્યા બાદ લીંબુની છાલને હાથમાં લઈને તેમાં થોડું શેમ્પૂ કે ક્લોઝર ભેળવીને સ્કિનને સરખી રીતે ઘસવી.
આ નુસખાથી માત્ર એક વારમાં જ 70% ડાઘ ગાયબ થઈ જશે. હવે પગને સરખી રીતે સાફ પાણી વડે ધોઈ લેવા. તમે ઈચ્છો તો ડેડ સ્કીન નીકળવા માટે બ્રશ કે સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો.
બીજું સ્ટેપ
એક વાટકી લો. આ વાટકીમાં એક ચમચી નારિયેળ તેલ, એક ચમચી બેબી ઓઇલ અને એક ચમચી સોડાને સરખી રીતે ભેળવી લેવું. તમે ઈચ્છો તો મિક્ષ્ચર ને 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
વધુ વાંચો: ઘરમાં પડ્યા પડ્યા સડી જાય છે કેળાં? આ ટ્રિકથી 6 દિવસ રહેશે એકદમ ફ્રેશ
સ્કિનને મેન્ટેન રાખવા માટે તમે દરરોજ રાત્રે આ હોમમેડ ક્રીમ આગવી શકો છો. આનાથી વાઢિયાની સમસ્યા દૂર થાય છે, સ્ક્રીન પર ગ્લો આવશે અને તમારા પગ કુણા દેખાશે. આ સરળ રીતે તમે પગની સ્કિનને હમેશા માટે સુંદર અને હેલ્ધી રાખી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.