બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આઈબ્રો કરાવ્યા બાદ ચામડી બળે છે? આ 5 ઘરગથ્થું ઉપચારથી મળશે એકદમ રાહત

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / આઈબ્રો કરાવ્યા બાદ ચામડી બળે છે? આ 5 ઘરગથ્થું ઉપચારથી મળશે એકદમ રાહત

Last Updated: 09:12 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આઇબ્રો બનાવ્યા બાદ જો બળતરા થાય થઈ રહી છે, તો આ સામાન્ય રીતે વેક્સિંગ, પ્લકીંગ અને થ્રેડીંગ દરમિયાન સ્કીનમાં ખેચાણ થવાના કારણે પણ થઈ શકે છે. પરંતુ આ સમસ્યા વેચવા માટે ઘરેલુ નુસખાને ફોલો કરી શકો છો.

1/6

photoStories-logo

1. આઇબ્રો

જો તમને પણ આઇબ્રો બનાવ્યા બાદ બળતરા કે સોજાની સમસ્યા છે તો આનાથી બચવા માટે અમુક ઘરેલુ ઉપાય ફોલો કરી શકો છો. તો ચાલો જાણીએ અમુક એવા ઘરેલુ નુસખા વિષે કે જે બળતરા અને સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મોઢાને ઠંડા પાણીથી ધોવું

બળતરા ઘટાડવા માટે સૌથી પહેલા મોઢાને ઠંડા પાણીથી ધોવું જોઈએ. ઠંડુ પાણી સ્કીનના તાપમાનને ઘટાડે છે અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ તરત રાહત આપી શકે છે, ખાસ કરીને જ્યારે ત્વચા વધુ સંવેદનશીલ હોય અને બળતરા થતી હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. એલોવેરા જેલ

એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો હોય છે, જે ત્વચાના સોજાને અને બળતરાને શાંત કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલ સીધી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. બાદમાં તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તે ત્વચાને ઠંડક આપે છે એટલું જ નહીં પણ તેને હાઇડ્રેટ પણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચાના ઝાડનું તેલ

ચાના ઝાડના તેલમાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે ત્વચાનો સોજો અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેના થોડા ટીપાં કોટન બોલ પર નાખો અને તેને બળતરાવાળી જગ્યા પર લગાવો. આ ત્વચાને શાંત કરશે અને ચેપથી પણ બચાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નારિયેળ તેલ

નારિયેળ તેલમાં બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. નારિયેળ તેલને હળવા હાથે અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવવું. આ ત્વચાને ભેજ પૂરો પાડે છે અને બળતરાને ઝડપથી શાંત કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કાચું દૂધ

કાચું દૂધ એક બેસ્ટ કુદરતી કુલિંગ એજન્ટ છે, જે બળતરાને શાંત કરવામાં મદદ કરે છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને મુલાયમ બનાવે છે. દૂધમાં કપડું પલાળીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો, આનાથી તમને ઠંડક મળશે અને બળતરા ઓછી થશે.(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news home remedies eyebrow plucking

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ