સંકટ / ગુજરાત સહિત 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, દિલ્હીમાં 16 પક્ષીઓના આકસ્મિત મોત

six states confirm bird flu cases unusual deaths of 16 birds in delhi

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે અત્યાર સુધીમાં કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. સરકારે આ છ રજ્યોને કાર્ય યોજના અનુસાર આ બિમારી પર કાબૂ મેળવવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીના હસ્તતાલ વિલેજના ડીડીએ પાર્કમાં 16 પક્ષીઓના આકસ્મિત મોતના સમાચાર મળ્યા છે. અને નમૂનાઓને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી દેવાયા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. જાણવા મળ્યું છે કે કેરળના 2 અસરગ્રસ્ત જિલ્લામાં પક્ષીઓને મારવાનું અભિયાન ખતમ થઈ ગયું છે. સંક્રમણ મુક્ત કરવાની પ્રક્રિયા જારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ