બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Six Players Out As Australia Announce Big Changes In T20I Squad Midway Through India Series

ક્રિકેટમાં કુતૂહલ / ભારતમાં T20 રમતાં રમતાં અચાનક ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ કેમ સ્વદેશ જતા રહ્યાં? સામે આવ્યું કારણ

Hiralal

Last Updated: 03:52 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સાથેની ટી20 સીરિઝની વચ્ચે ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ સ્વદેશ રવાના થઈ જતાં ક્રિકેટ જગતમાં કુતૂહલ સર્જાયું છે.

  • ભારત સાથેની ટી20 સીરિઝની વચ્ચે ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ સ્વદેશ રવાના
  • 3 જી ટી20 પહેલા સ્ટીવ સ્મિથ અને એડમ જંપા ઓસ્ટ્રેલિયા ગયા
  • આવતીકાલે મેક્સવેલ સહિતના ચાર ખેલાડીઓ સ્વદેશ જશે

ભારત સામે ચાલી રહેલી 5 મેચોની ટી20 સીરીઝ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. આજે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટી-20 ગુવાહાટીમાં રમાવાની છે. આ મેચ પહેલા સ્ટીવ સ્મિથ-ગ્લેન મેક્સવેલ સહિત ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. વર્લ્ડ કપ 2023 સમાપ્ત થયા બાદ આ ખેલાડીઓએ પ્રથમ બે ટી20 મેચમાં ભાગ લીધો હતો. સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે, જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લિશ અને સીન એબોટ આવતીકાલે ઓસ્ટ્રેલિયા પાછા જશે. વિકેટકીપર બેટ્સમેન જોશ ફિલિપ, બેન મેકડર્મોટ, બેન દ્વારશુઈસ અને સ્પિનર ક્રિસ ગ્રીનને ભારત સામેની બાકીની ત્રણ મેચો માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલેથી જ ટીમની સાથે રહેલા ફિલિપ અને મેકડર્મોટ આજે ગુવાહાટીમાં રમાનારી ત્રીજી ટી-20 માટે ઉપલબ્ધ રહેશે. અન્ય ત્રણ ખેલાડીઓ ચોથી મેચ પહેલા રાયપુરમાં ટીમ સાથે જોડાશે.

2 મેચમાં રમ્યાં 3માં કેમ ન રમાડાયા

ઓસ્ટ્રેલિયા જે છ ખેલાડીઓ સ્વદેશ જતા રહ્યાં છે તે તમામ તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતા અને તેમને થાકને કારણે આરામ આપવામાં આવ્યો છે. આ 6 ખેલાડીઓ પહેલી બે મેચ રમ્યાં હતા જ્યારે બાકીની 3 માં તેમને આરામ આપવામાં આવ્યો છે અને તેથી તેમને સ્વદેશ મોકલી દેવામાં આવ્યાં છે. 

વર્લ્ડ કપ ટીમનો એક જ ખેલાડી ટ્રેવિસ હેડ ટી-20 રમશે 
આ ફેરફારો બાદ ઓસ્ટ્રેલિયાની વિજયી વર્લ્ડ કપ ટીમમાં ટ્રેવિસ હેડ એકમાત્ર એવો ખેલાડી છે કે જે ભારત સામેની ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. હેડની જોરદાર ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતને હરાવીને 6ઠ્ઠું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ઓસ્ટ્રેલિયા હવે 20 ખેલાડીઓની સાથે ભારત સામે બાકીની ત્રણ ટી-20 રમશે. તનવીર સંઘા રિઝર્વ પ્લેયર તરીકે ટીમની સાથે પ્રવાસ ખેડશે.

ભારત સામેની બાકીની ત્રણ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ 
મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, તન્વીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચાર્ડસન

સંકળાયેલા મુદ્દાઓ

Australia T20I series India Australia T20I series India T20I series ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા ટી20 સીરિઝ India Australia T20I series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ