બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પ્રવાસ / Sitting between 27 graves, sipping tea, Ahmedabad's unique tea-stall is crowded with people.

ગજબ / 27 કબરો વચ્ચે બેસીને ચાની ચૂસકી, અમદાવાદના અનોખા ટી-સ્ટોલ પર લોકોનો ભારે ઘસારો

Megha

Last Updated: 04:45 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આપણા અમદાવાદમાં આવી જ એક ચાની ખૂબ જ ખાસ દુકાન આવેલ છે.

  • શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે.?
  • કબ્રસ્તાનમાં બાંધવામાં આવી ચા ની દુકાન 
  •  27 કબરો વચ્ચે બેસીને લોકો પીવે છે ચા 
  • દીવાલ પર લાગી છે એમએફ હુસૈનની પેઇન્ટિંગ

ચા એ એવો શબ્દ છે કે જેને સાંભળતા જ વ્યક્તિ તાજગી અનુભવવા લાગે છે. ઓફિસ હોય કે દુકાન કે કોઈ પણ વિસ્તારનો કોઈ પણ ખૂણો હોય દરેક જગ્યાએ ચા પીનાર અને વહેંચનાર બંને જોવા મળે છે. ચાના શોખીનોની સંખ્યા હજારો-લાખોમાં નહીં પણ કરોડોમાં છે. પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ આપણા ગુજરાતમાં આવેલ અમદાવાદના લોકો માટે આ વાત એકદમ સામાન્ય છે. 

કબ્રસ્તાનમાં બાંધવામાં આવી ચા ની દુકાન 
આપણા અમદાવાદમાં એક ચાની દુકાન ખૂબ જ ખાસ છે. એ ખાસ એટલા માટે છે કારણ કે તે કબ્રસ્તાનમાં બાંધવામાં આવી છે અને એક મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવે છે. પણ ખાસ વાત એ છે કે ત્યાં ચા સાથે બધી શાકાહારી જ વસ્તુઓ તે વહેંચે છે. બસ આટલું જ નહીં પણ ત્યાંની વધુ એક વિશેષતા એ પણ છે કે અહીં પ્રખ્યાત ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈનની પેઇન્ટિંગ પણ લગાવેલ છે. આ ખાસ જગ્યાનું નામ છે લકી ટી સ્ટોલ. કબર વચ્ચે આવેલ આ પર તમામ ધર્મના લોકો ચાની ચૂસકી લેવા આવે છે. આ સ્થળે  વિવિધ સંપ્રદાયોની વિચારસરણી ઝાંખી થતી જોવા મળશે. ફક્ત અમદાવાદના જ લોકો નહીં પણ આ ચાની દુકાન આખા ગુજરાતમાં ઘણી ફેમસ છે. જે લોકો પહેલી વખત અમદાવાદમાં આવે છે એ એક વખત લકી ટી સ્ટોલમાં જઈને કબર વચ્ચે બેસીને ચા પીવા જરૂરથી જાય છે. 

 27 કબરો વચ્ચે બેસીને લોકો પીવે છે ચા 
ગુજરાતના અમદાવાદમાં સ્થિત ધ ન્યૂ લકી રેસ્ટોરન્ટની અંદર પ્રવેશતા જ લોકો આશ્ચર્યચકિત થાય છે કારણ કે તે કબ્રસ્તાનની મધ્યમાં બનેલ છે. લકી ટી સ્ટોલમાં કુલ 27 કબરો છે. આ કબરોની વચ્ચે બેસીને લોકો ચા સાથે મસ્કા બન ખાઈ છે. આ ચાની દુકાનની શરૂઆત 1952 માં થઈ હતી. એક ચાની કીટલીથી લકી ટી સ્ટોલની શરૂઆત થઈ હતી અને આજે એમની એક મોટી દુકાન બને અને આજે ન્યુ લકી રેસ્ટોરન્ટ બન્યું  જ્યાં બેસીને લોકો ચાનો આનંદ માણે છે. 

દીવાલ પર લાગી છે એમએફ હુસૈનની પેઇન્ટિંગ
ફક્ત ગુજરાતીઓ જ નહીં પણ દેશ-વિદેશના લોકો ન્યુ લકી ટી સ્ટોલમાં જઈને ચા પીવે છે. લોકોનું કહેવું છે કે ત્યાંની ચાનો સ્વાદ કઇંક અલગ જ છે. સાથે જ એમ પણ કહેવાય છે ત્યાં રાખવામાં આવેલ કબરને ગુડ લક માનવામાં આવે છે એટલે જો કોઈનો દિવસ ખરાબ જઈ રહ્યો હો તો લોકો ત્યાં જઈને ચા પી લે છે અને એટલા માટે તેનું નામ લકી ટી સ્ટોલ રાખવામાં આવ્યું હતું. આ બધા સિવાય મહત્વની વાત એ છે કે ત્યાંની એક દીવાલમાં વર્લ્ડ ફેમસ પેઈન્ટર  એમએફ હુસૈનની પેઇન્ટિંગ લગાવવામાં આવી છે.  એમએફ હુસૈન એ એમની કરોડો રૂપિયાની પેઇન્ટિંગ લકી ટી સ્ટોલના મલીકને ગિફ્ટ કરી હતી. એ સમયે એમએફ હુસૈન અમદાવાદમાં આવ્યા હતા ત્યારે તેઓ દરરોજ ત્યાંની મુલાકાત લેતા અને જતાં સમયે એમને તેમની પેઇન્ટિંગ ગિફ્ટ કરી હતી. કહેવાય છે કે આ પેઇન્ટિંગ એકતાનું પ્રતિક સૂચવે છે. 

જો તમે અમદાવાદમાં છો અને આ સ્થળની મુલાકાત નથી લીધી તો જરૂર લેવી જોઈએ અને જે લોકો અમદાવાદમાં નથી રહેતા એ લોકો જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે એમને એક વખત ન્યુ લકી ટી સ્ટોલની મુલાકાત લેવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad city અમદાવાદ ગુજરાત ધ ન્યૂ લકી રેસ્ટોરન્ટ લકી ટી સ્ટોલ Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ