બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રોપર્ટી વેચતી વખતે હવે ઓછો ટેક્સ ચુકવવો પડશે, કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો

રાહતનો નિર્ણય / પ્રોપર્ટી વેચતી વખતે હવે ઓછો ટેક્સ ચુકવવો પડશે, કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો

Last Updated: 08:42 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે લોકસભામાં ફાઇનાન્સ બિલ 2024 પસાર કરી દીધું છે. આ બિલ દ્વારા સંપત્તિ ધરાવનારાઓને ટેક્સના બે વિકલ્પો મળશે.

બુધવારે કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલ પાસ કરી દીધું છે. નાણા બિલ પરની ચર્ચા દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારામણે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ દરખાસ્ત અંગે સુધારાની જાહેરાત કરી હતી. કરદાતાઓ પાસે હવે જૂની સિસ્ટમનો ઉપયોગ કરીને અથવા ઇન્ડેક્સેશન વિના ઘટાડેલા દરોનો ઉપયોગ કરીને તેમની કર જવાબદારીની ગણતરી કરવાનો અને બે રકમમાંથી ઓછી રકમ ચૂકવવાનો વિકલ્પ હશે.

મકાનમાલિકોનું શું લાભ થશે

સુધારિત LTCG ટેક્સ માળખાં હેઠળ મકાનમાલિકોએ તેમની મિલકત વેચતી વખતે ઓછો ટેક્સ ચુકવવો પડે છે. લાંબા ગાળામાં રાખવામાં આવેલી પ્રોપર્ટી માટે, જ્યાં ફુગાવાએ પ્રોપર્ટીના મૂલ્યમાં મોટાભાગે વધારો કર્યો છે, ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ રેટ પસંદ કરવો ફાયદાકારક રહેશે. ટૂંકા ગાળા માટે અથવા નીચા ફુગાવાના સમયગાળામાં રાખવામાં આવેલી મિલકતો માટે, 12.5% ​​રેટ સિવાય ઇન્ડેક્સેશન વધુ ફાયદાકારક હોઈ શકે છે અને તેના પરિણામે ટેક્સનો બોજ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત ઘરી ખરીદનાર લોકોને પણ રાહત કરશે કારણ કે તેમની પાસે તેમના ભાવિ કેપિટલ ગેઈન ટેક્સ બોજને ઉકેલવા માટેના વિકલ્પો ઉપલબ્ધ હશે.

જુની મિલકત વેચાણના પૈસાથી નવી મિલકત ખરીદનારને પણ લાભ

સુધારિત ટેક્સ માળખાનો લાભ એવા લોકો માટે ઉપલબ્ધ રહેશે જેઓ જૂની મિલકતના વેચાણમાંથી મળેલા મૂડી લાભનો ઉપયોગ કરીને નવી સ્થાવર મિલકત ખરીદે છે.

વધુ વાંચો : VIDEO : 'ચાલે એવો' ઓલિમ્પિકમાં એવું બન્યું કે પોર્ન સાઈટે ખેલાડીને કરી 2 કરોડની ઓફર

23મી જુલાઈ 2024 પહેલાં ખરીદેલી મિલકત પર ટેક્સની નવેસરથી ગણતરી

સરળ ભાષામાં સમજીએ તો ટેક્સપેયર્સ 23મી જુલાઈ 2024 પહેલાં ખરીદેલી અથવા હસ્તગત કરેલી મિલકત પર લાંબા ગાળાના મૂડી લાભોની નવેસરથી ગણતરી કરી શકશે. તેમની પાસે 2 વિકલ્પો હશે. નવી સ્કીમમાં, તમે ઇન્ડેક્સેશન વિના 12.5% ​​LTGC ચૂકવી શકશો, જ્યારે જૂની સ્કીમમાં, તમારે ઇન્ડેક્સેશન સાથે 20% LTGC ચુકવવો પડશે આમાંથી સૌથી ઓછો વિકલ્પ પસંદ કરવો કરદાતા માટે ફાયદાકારક સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman , Nirmala Sitharaman LTCG tax
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ