બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sitharaman offers cash bounty if you don't take leave from work

ગુડ ન્યૂઝ / નોકરીમાં રજા ન લેનાર કર્મચારીઓને થશે તગડો ફાયદો, સરકારે આપી મોટી છૂટ

Hiralal

Last Updated: 03:05 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાઈવેટ નોકરિયાતો માટે પણ સરકારે બજેટમાં એક ખાસ છૂટ આપી છે.

  • પ્રાઈવેટ નોકરીઓમાં રજા ન લેનાર કર્મચારીઓને સરકારે આપી મોટી છૂટ
  • જો તમે બચેલી રજાના બદલામાં રોકડા લઈ લેશો તો ટેક્સમાંથી મળશે છૂટ
  • 3 લાખને બદલે 25 લાખ સુધીની રકમ પર નહીં લાગે ટેક્સ 

કેન્દ્રીય નાણા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. બિન-સરકારી કર્મચારીઓ કે જેઓ તેમની નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે જો તેઓ તેમની રજાને રોકડમાં રૂપાંતરિત કરે તો તેમને મળતી ટેક્સ છૂટ 3 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે.અત્યાર સુધી આ ટેક્સ છૂટ 3 લાખ રુપિયા હતી પરંતુ હવે તેમાં વધારો કરાયો છે. એટલે કે, જ્યારે કોઈ બિન-સરકારી કર્મચારી તેની સેવામાંથી નિવૃત્ત થાય છે, ત્યારે માત્ર 3 લાખ રૂપિયા સુધીની રકમને જ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ નિર્મલા સીતારમણે તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે.

3 નહીં 25 લાખની રકમ પર નહીં લાગે ટેક્સ 

હકીકતમાં જ્યારે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો ત્યારે કંપની તમને કેટલીક રજાઓ આપે છે. રિટાયર થયા બાદ જો તમારી પાસે રજા પેન્ડીંગ હોય તો તમે તેને રોકડમાં બદલી શકો છો. પરંતુ આ રકમ પર ટેક્સ લાગે છે. અત્યાર સુધી 3 લાખ રુપિયાથી વધુની રકમ પર ટેક્સ લાગતો હતો પરંતુ હવે સરકારે આ રકમ આઠ ગણી વધારીને 25 લાખ રુપિયા કરી છે. એટલે કે જો તમે રજાઓને રોકડમાં બદલી નાખો તો આ રકમ 25 લાખ રુપિયા સુધી થઈ શકે તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. 

આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. હવે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓએ 5 લાખને બદલે 7 લાખ રૂપિયા સુધીનો કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. બીજી તરફ, જૂની ટેક્સ સિસ્ટમમાં આવતા લોકોએ 3 લાખ રૂપિયા સુધીનો કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે પહેલા 2.5 લાખ રૂપિયા હતો. આ સાથે, નાણાપ્રધાને મૂળભૂત રીતે નવી કર વ્યવસ્થા જાહેર કરી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર નવી ટેક્સ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

2023 બજેટ Budget 2023 budget 2023 news fm sitharaman બજેટ 2023 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ