નાણાંમંત્રીએ આજે 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ આજે ચોથી જાહેરાત કરી હતી. તેમણે કોલસા, ખનિજો, સંરક્ષણ ઉત્પાદન, સામાજિક માળખાકીય સુવિધા, ઉડ્ડયન, વીજ વિતરણ, અવકાશ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સુધારાઓની જાહેરાત કરી હતી.
હોસ્પિટલ જેવી માળખાગત સુવિધામાં ખાનગી રોકાણ આકર્ષવાની પહેલ
આ પહેલા કૃષિ, પરપ્રાંતીય કામદારો અને શહેરી ગરીબો માટે અગત્યની જાહેરાતો કરી હતી
તેમણે દેશમાં સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા રૂપિયા 8,100 કરોડની વાયેબિલીટી ગેપ ફંડિંગ (VGF) યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ યોજના માટેના પ્રોજેક્ટ્સની પસંદગી કરશે.
વાયેબિલીટી ગેપ ફંડિંગ (VGF)માં જશે 30%
તેમણે જણાવ્યું હતું કે નબળી વાયેબિલીટીને કારણે હોસ્પિટલો અને શાળાઓ જેવા સામાજિક માળખાગત પ્રોજેક્ટ્સ એટલે કે સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સંઘર્ષ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્રમાંથી રોકાણને આકર્ષિત કરવા માટે, વાયેબિલીટી ગેપ ભંડોળની મર્યાદા કુલ ખર્ચના 30% સુધી વધારવામાં આવશે. આ ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉઠાવશે. VGF આ સિવાયના અન્ય ક્ષેત્રોમાં 20 ટકા જ રહેશે.
કોરોના સમયગાળામાં દેશમાં હોસ્પિટલો અને તેને સંબંધિત માળખાગત સુવિધા વધારવાની તાતી જરૂરિયાત અનુભવાય છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે આ પહેલ કરી છે. અપેક્ષા છે કે આનાથી દેશની હોસ્પિટલો અને શાળાઓની સ્થિતિ સુધરશે.
કોરોના સમયગાળામાં દેશમાં હોસ્પિટલો અને તેને સંબંધિત માળખાગત સુવિધા વધારવાની તાતી જરૂરિયાત અનુભવાય છે
પહેલી 3 જાહેરાતો
આ પહેલા શુક્રવારે ત્રીજી જાહેરાતમાં તેમણે કોરોનાથી થતી સુસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂપિયા 1.63 લાખ કરોડના પેકેજ સહિતના વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. ગુરુવારે બીજી જાહેરાતમાં તેમણે ખેડુતો, પરપ્રાંતિય મજૂરો અને શહેરી ગરીબોને રાહત આપવા અનેક ઘોષણા કરી હતી. બુધવારે પ્રથમ જાહેરાતમાં તેમણે MSMEs, NBFC, MFI, DISCOMs, રીઅલ એસ્ટેટ, ટેક્સ વગેરેમાં રાહતની જાહેરાત કરી હતી.