બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં અંતિમ શ્વાસ લીધા
Last Updated: 04:35 PM, 12 September 2024
CPI(M) General Secretary Sitaram Yechury Passed Away: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સીતારામ યેચુરીને દિલ્હીના એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.અગાઉ CPI(M)એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 72 વર્ષીય યેચુરીની AIIMSના ICUમાં સારવાર કરવામાં આવી હતી, તેઓ તીવ્ર શ્વસન માર્ગના ચેપથી પીડાતા હતા. તેમને 19 ઓગસ્ટના રોજ AIIMSના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
CPI(M) General Secretary Sitaram Yechury passes away due to pneumonia
— ANI Digital (@ani_digital) September 12, 2024
Read @ANI Story | https://t.co/cTTfOvNHie#SitaramYechury #CPIM #AIIMS pic.twitter.com/Y1hu372zQQ
ADVERTISEMENT
સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. તેમની માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા. સીતારામ યેચુરીએ પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો. આ પછી તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ (હોન્સ)નો અભ્યાસ કર્યો અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું હતું.
યેચુરીએ 1974માં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં જોડાઈને વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. થોડા દિવસો પછી તેઓ CPI(M)ના સભ્ય બન્યા. ઈમરજન્સી દરમિયાન યેચુરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.