બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sita navami 2019 date puja vidhi vrat benefits of sita navami or sita jayanti

ધર્મ / Sita Navami 2019: આજના દિવસે પ્રગટ થયા હતા માં સીતા, આ વિધિથી મેળવો સંતાન સુખ

vtvAdmin

Last Updated: 01:57 PM, 13 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી એટલે સીતા નવમી અથવા તો જાનકી નવમી કહેવાય છે. આજના દિવસે માં સીતા પ્રગટ થયા હતા.

વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી એટલે સીતા નવમી અથવા તો જાનકી નવમી કહેવાય છે. આજના દિવસે માં સીતા પ્રગટ થયા હતા. આજના દિવસે પુષ્ય નક્ષત્રમાં જ્યારે રાજા જનકે સંતાન પ્રાપ્તિ કામનાથી યજ્ઞની ભૂમિ તૈયાર કરવા ભૂમિ ખેડી હતી અને એ સમયે એમને પૃથ્વીમાં દબાયેલી એક બાળકી મળી હતી. ખેડાયેલી ભૂમીને તથા હળની નોકને સીતા કહે છે. આ જ કારણથી તેમનું નામ સીતા રાખવામાં આવ્યું. 

આજના દિવસે માં સીતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જે પણ માણસ પૂર્ણ શ્રદ્ધાભાવથી વિધિ વિધાનથી માં સીતાની પૂજા કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં ભક્તો આજે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વ્રત પણ રાખતા હોય છે. અહીં જાણીએ સીતા નવમીના દિવસે કઇ વિધિથી કરવામાં આવે તેમનું પૂજન.

સીતા નવમી પર વિશેષ પૂજા
વ્રત વાળા દિવસે સવારે એટલે કે નવમીએ સ્નાન કરવું. પૂજા વાળા સ્થાનને સાફ કર્યા બાદ કેરીના પાન અને ફૂલથી એક મંડપ તૈયાર કરવો. મંડપ વચ્ચે એક ચોકી લગાવી તેના પર લાલ અથવા પીળું કપડું વિસાવવું. ત્યારબાદ તેને ફૂલોથી સજાવો. બાદમાં ચોકી પર ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા સ્થાપિત કરો. તેની સાથે રાજા જનક, માં સુનૈના, હળ અને પૃથ્વી માંની મૂર્તિ પણ સ્થાપિત કરો. પૂજન સામગ્રી તરીકે ચોખા, જૂવાર, તલ, વગેરેનો પ્રયોગ કરવો. આ વ્રત કરવાથી સંતાન લાભ સંબંધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. માતા સીતાને માતા પાર્વતીએ આશિર્વાદ આપ્યો હતો. એ આશિર્વાદ માતા જાનકી પોતાના ભક્તો પર આપે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hindu Hinduism Religious News Sita Jayanti Importance goddess Sita sita jayanti sita navami religious
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ