બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Sita' Dipika Chiklia gets angry over Kriti Sanon and Om Raut's kissing controversy

મનોરંજન / 'આ લોકો માટે રામાયણ માત્ર એક ફિલ્મ, નહીં કે ભાવના', કૃતિ સેનનના kiss મામલે ભડકી TV સિરીયલની સીતા

Megha

Last Updated: 09:28 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમ રાઉત અને કૃતિ સેનન ફિલ્મની સફળતા માટે તિરુપતિ વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા જ્યાં બંને એ ગુડબાય કિસ કરી હતી, હવે દીપિકા ચીખલિયાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે

  • ઓમ રાઉત અને કૃતિ સેનન તિરુપતિ વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા
  • બંને એ મંદિરમાં ગાલ પર ગુડબાય કિસ કરી હતી 
  • હવે દીપિકા ચીખલિયાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે

'રામાયણ'ની સીતા મૈયા તરીકે ઘર-ઘર ફેમસ થયેલી દીપિકા ચિખલિયાએ નિર્દેશક ઓમ રાઉત અને કૃતિ સેનનના મંદિરમાં કિસના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ 'આદિપુરુષ'ની રિલીઝ પહેલા, ઓમ રાઉત અને કૃતિ સેનન ફિલ્મની સફળતા માટે તિરુપતિ વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંનેના ગુડબાય હાવભાવ જોઈને કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવ્યો અને ટૂંક સમયમાં જ મોટો વિવાદ ઊભો થયો.

હવે દીપિકા ચીખલિયાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.  તેણે કહ્યું, 'હું માનું છું કે આ પેઢીના કલાકારો માટે આ એક મોટી સમસ્યા છે, કારણ કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેમની લાગણીઓને સમજી શકે છે. તેમના માટે રામાયણ માત્ર એક ફિલ્મ રહી હશે. કદાચ તેઓ આધ્યાત્મિક રીતે તેનાથી જોડાયેલા નથી. કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે. આજના યુગમાં કોઈને કિસ કરવું કે ગળે લગાડવું એ સામાન્ય વાત છે પણ મને લાગે છે કે તેને ક્યારેય પોતાને સીતાજી માન્યા ન હોત. તે લાગણીનો વિષય બની જાય છે. મેં સીતાનું પાત્ર જીવ્યું છે જ્યારે આજની અભિનેત્રીઓ તેને માત્ર એક રોલ માને છે. ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થયા પછી તેને હવે કોઈ પરવા નથી.

કૃતિ સેનન સીતા ગુફા મંદિર પહોંચી
દીપિકા ચિખલિયાએ પોતે સીતાનું પાત્ર ભજવ્યું છે અને હવે કૃતિ સેનન આદિપુરુષમાં સીતા બની છે. આવી સ્થિતિમાં, તેણે કહ્યું કે 'જો હું મારી અને અમારા યુગની વાત કરું તો તે સમયે સેટ પર કોઈ અમને અમારા નામથી બોલાવવાની હિંમત કરતું ન હતું. મને સારી રીતે યાદ છે કે જ્યારે અમે અમારી ભૂમિકામાં હતા ત્યારે ઘણી વખત લોકો આવીને અમારા ચરણ સ્પર્શ કરતા હતા. તે એક અલગ યુગ હતો. આજના કલાકારોએ સમજવું પડશે કે જ્યારે આપણે આ પ્રકારની ભૂમિકા ભજવીએ છીએ ત્યારે લોકો આપણને ભગવાન માને છે.  'આદિપુરુષ'ની કાસ્ટ રિલીઝ થયા પછી તેમના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત હશે. તેમના પર ધ્યાન આપવામાં આવશે, પરંતુ આ બધું અમારા યુગમાં નહતું. અમને લોકો તરફથી એટલો બધો પ્રેમ મળ્યો, જાણે અમે દેવતા હોઈએ. આ જ કારણ છે કે અમે લોકોની ભાવનાઓનું સન્માન કર્યું અને તેમની ભાવનાઓને ક્યારેય ઠેસ પહોંચાડી નહીં.

આદિપુરુષની રિલીઝ પહેલા નવો વિવાદ
તમે જાણો છો, પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની 'આદિપુરુષ' 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં કૃતિ સેનન અને આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત તિરુપતિ વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. અહીં બંનેએ એકબીજાને ગુડબાય કહેતા ગાલ પર કિસ કરી હતી. આ જોઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો. કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો કે તેઓએ મંદિરમાં આવું ન કરવું જોઈતું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Film Adipurush Kriti Sanon dipika chikhlia om raut ઓમ રાઉત કૃતિ સેનન Film Adipurush
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ