બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે

અગ્નિકાંડ / SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે

Last Updated: 03:29 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ અગ્નિકાંડ પર મોટી અપડેટ સામે આવી છે. અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી SITએ રીપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો છે.

રાજકોટ: SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. ત્યારે SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે.

SITના વડા સુભાષ ત્રિવેદીએ મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. અલગ અલગ જગ્યાએ અધિકારીઓના નિવેદન લેવાયા. 4 IAS અને 1 IPS અધિકારીઓની પૂછપરછ થઈ. માર્ચ મહિનામાં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા. SITની તપાસ હજુ પણ ચાલુ છે. રિપોર્ટનું વિશ્લેષણ કરીને સરકાર હાઈકોર્ટમાં સબમિટ કરશે.

રાજકોટ TRP અંગ્નિકાંડમાં SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે SITના વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અલગ અલગ વિભાગની બેદરકારી સામે આવી છે. 4 IAS અને 1 IPS અધિકારીની પુછપરછ કરવામાં આવી છે. દુર્ઘટના બાદ બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે. 100 પાનાનો રિપોર્ટ બનાવ્યો છે જે સરકારમાં સોંપી દીધો છે. એડિશનલ તપાસ ચાલુ છે.

PROMOTIONAL 13

SITની ટીમ દ્વારા ઘટના પાછળના કારણો તેમજ ઘટના બનવા પાછળ કોણ કારણભૂત છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. SITની તપાસમાં બનાવમાં અનેક લોકોની બેદરકારી સામે આવી છે. પોલીસ, ટાઉન પ્લાનીંગ, ફાયર વગેરે વિભાગોની નિષ્ક્રિયતા જોવા મળી છે. હાલ SITની તપાસ ચાલુ છે. જેમાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છે. જેમાં 4 IAS અને 1 IPS અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. હજુ અન્ય IPS અને IAS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો: 25મીએ રાજકોટ બંધની વેપારીઓને અપીલ, જાણો કારણ, સોશ્યલ મીડિયામાં ફરતી થઇ કોંગ્રેસની પત્રિકાઓ

ઘટના સ્થળ પર પેટ્રોલ ડિઝલનો જથ્થો હતો એ અંગે પુરાવા મળ્યા છે. પેટ્રોલ પંપ પર તપાસ કરી છે. 30 લીટરથી વધુ જથ્થો રાખવો હોય તો લાઈસન્સ જોઈએ તો અહી મોટી માત્રામાં પેટ્રોલનો જથ્થો કઈ રીતે પહોચ્યો એ અંગે પણ તપાસ કરી રહ્યા છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot SIT fire accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ