બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટ / Mahamanthan / રાજકોટ અગ્નિકાંડમાં SITનો રિપોર્ટ આવ્યો, જવાબદારો સામે કાર્યવાહી થશે?

મહામંથન / રાજકોટ અગ્નિકાંડમાં SITનો રિપોર્ટ આવ્યો, જવાબદારો સામે કાર્યવાહી થશે?

Last Updated: 10:05 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં SITએ રિપોર્ટ સોંપ્યો છે. SITના રિપોર્ટમાં અનેક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. અધિકારીઓ સામે કાર્યવાહી અંગે પણ SITએ કહ્યું, અત્યાર સુધીની મોટી દુર્ઘટઓમાં જેવું બન્યું છે એવું જ અગ્નિકાંડમાં બનશે? અધિકારીઓના નિવેદન લેવાયા, તપાસ થઈ પણ આગળ શું? તક્ષશિલા, હરણી, મોરબી દુર્ઘટના તમામમાં આરોપીઓનું શું થયું? મોટાભાગની દુર્ઘટનાઓ બાદ આરોપીઓ જામીન ઉપર છે. જે કરૂણાંતિકા માટે જવાબદાર હોય એ જામીન ઉપર કેમ છૂટી જાય છે? પીડિતો સહન કરતા રહે અને આરોપીઓ જલસાથી બહાર ફરતા રહે?

મોટી માછલી નાની માછલીને ગળી જાય છે એવું તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ. જો કે વ્યવસ્થાતંત્રમાં છીંડા હોય અને એના લીધે મોટી દુર્ઘટના બને ત્યારે કાગારોળ થાય, જવાબદારો પકડાય, સમિતિઓ બને, કોર્ટ સુધી મામલો જાય, મોટેભાગે કાર્યવાહીને ઢાંકવાનો પ્રયાસ થાય, અંતે સમયાંતરે કેસ નબળો પડતો જાય અને એવી સ્થિતિએ આવે કે જ્યારે કરૂણાંતિકા માટેના જવાબદારો જામીન ઉપર છૂટી જાય. પછી એવું બને કે દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તે ન્યાયની આશાએ કોર્ટના ચક્કર કાપતા રહે અને કોર્ટમાં તારીખો પડતી રહે. ગુજરાતે તાજેતરના વર્ષોમાં ઘણી દુર્ઘટનાઓ જોઈ પણ એકપણ દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થઈ હોય એવું ધ્યાને આવતું નથી. સો ગુનેગાર ભલે બચી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એવી આદર્શ પ્રણાલિકા ઉપર આપણું ન્યાયતંત્ર ચાલે છે. પણ જ્યારે સ્વજનો ઉપર આઘાત આવે છે ત્યારે મોટાભાગના આદર્શવાદ સ્વાહા થઈ જતા હોય છે.

  • રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં SITએ રિપોર્ટ સોંપ્યો
  • SITના રિપોર્ટમાં અનેક મુદ્દાઓનો સમાવેશ
  • અધિકારીઓ સામે કાર્યવાહી અંગે પણ SITએ કહ્યું
  • અત્યાર સુધીની મોટી દુર્ઘટઓમાં જેવું બન્યું છે એવું જ અગ્નિકાંડમાં બનશે?

દુર્ઘટનાઓની વણઝારમાં નવું પાનુ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનું ઉમેરાયું જેમા 27 જિંદગી આગમા રાખ થઈ ગઈ. સરકારે SITની સાથે-સાથે સત્યશોધક કમિટિ પણ બનાવી છે, પોતાની રીતે તમામ એજન્સીઓ ચલકચલાણું ચલાવ્યા કરે છે. SITના વડા સુભાષ ત્રિવેદી દાવો કરે છે કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ તમામની જવાબદારી ફિક્સ થશે અને IAS કે IPS કક્ષાના અધિકારીઓ હશે તો તેને પણ નહીં છોડવામાં આવે. દરેક દુર્ઘટના વખતે હવે તો કદાચ સામાન્ય માણસને સરકારના જવાબદારોના મોંએથી નિકળતા વાક્યો પણ યાદ જ રહી ગયા હશે કે કયો નેતા કે કયો અધિકારી કયુ સ્ટેટમેન્ટ આપશે. પરંતુ જે લોકોએ પોતાના આપ્તજન ગુમાવ્યા છે તેમને પૂછીએ તો જ ખ્યાલ આવે કે રગશિયા ગાડા જેવા વ્યવસ્થા તંત્રના લીધે તેમના ઉપર કેવો વજ્રઘાત થયો છે. આપણે દરેક દુર્ઘટનાના અંતે એક જ પાયાનો પ્રશ્ન પૂછીએ છીએ કે જે લોકો આવી કરૂણાંતિકા માટે જવાબદાર છે એ જામીન ઉપર કેમ છૂટી જાય છે?

  • તક્ષશિલા અગ્નિકાંડમાં કુલ 14 આરોપીઓ

તક્ષશિલા અગ્નિકાંડ

જામીન ઉપર કોણ? જેલમાં કોણ?

અતુલ ગોરસાવાલા એકપણ આરોપી જેલમાં નહીં

કાર્યપાલક ઈજનેર, SMC

હિમાંશુ ગજ્જર

કાર્યપાલક ઈજનેર, SMC

પરાગ મુન્શી

કાર્યપાલક ઈજનેર, SMC

જયેશ સોલંકી

કાર્યપાલક ઈજનેર, SMC

વિનુ પરમાર

જુનિયર ઈજનેર, SMC

દીપક નાયક

ડે.ઈજનેર, SMC

કીર્તિ મોડ

ડે.ફાયર ઓફિસર

સંજય આચાર્ય

ફાયર ઓફિસર

ભાર્ગવ બુટાણી

ટ્યુશન ક્લાસ સંચાલક

રવિન્દ્ર કહાર

બિલ્ડર

હરસુખ વેકરિયા

બિલ્ડર

દિનેશ વેકરિયા

બિલ્ડર

સવજી પાઘડાળ

બિલ્ડર

જિજ્ઞેશ પાઘડાળ

બિલ્ડર

  • હરણી બોટકાંડમાં કુલ 20 આરોપી

હરણી બોટકાંડ હરણી બોટકાંડ

જામીન ઉપર કોણ? જેલમાં કોણ?

ગોપાલદાસ શાહ પરેશ શાહ

ભાગીદાર લેકઝોન સંચાલક

બિનિત કોટિયા નિલેશ જૈન

MD અને ભાગીદાર પેટા કોન્ટ્રાક્ટર

અલ્પેશ ભટ્ટ વત્સલ શાહ

ભાગીદાર ભાગીદાર

દિપેન શાહ શાંતિલાલ સોલંકી

ભાગીદાર મેનેજર

ધર્મિલ શાહ નયન ગોહિલ

ભાગીદાર બોટ ઓપરેટર

ધર્મિન બાથાણી અંકિત વસાવા

ભાગીદાર બોટ ઓપરેટર

વેદપ્રકાશ યાદવ

ભાગીદાર

રશ્મિકાંત પ્રજાપતિ

ભાગીદાર

ભીમસિંહ યાદવ

ભાગીદાર

જતિન દોશી

ભાગીદાર

તેજલ દોશી

ભાગીદાર

નેહા દોશી

ભાગીદાર

વૈશાખી શાહ

ભાગીદાર

નૂતન રમણ

ભાગીદાર

  • મોરબી પુલ દુર્ઘટનામાં કુલ 10 આરોપી

મોરબી પુલ દુર્ઘટના મોરબી પુલ દુર્ઘટના

જામીન ઉપર કોણ? જેલમાં કોણ?

જયસુખ પટેલ દેવાંગ પરમાર

MD, ઓરેવા ગૃપ ફેબ્રિકેશન કંપનીના માલિક

દિનેશ દવે

મેનેજર

દીપક પારેખ

મેનેજર

પ્રકાશ પરમાર

મેન્ટેનન્સ કંપનીના માલિક

મનસુખ ટોપિયા

ટિકીટ ક્લાર્ક

મહાદેવ સોલંકી

સિક્યુરિટી ગાર્ડ

અલ્પેશ ગોહિલ

સિક્યુરિટી ગાર્ડ

મુકેશ ચૌહાણ

સિક્યુરિટી ગાર્ડ

દિલીપ ગોહિલ

સિક્યુરિટી ગાર્ડ

SITએ શું કહ્યું?

તમામ વિભાગની નિષ્કાળજીની નોંધ લીધી છે. સમગ્ર દુર્ઘટનાને FSLના દ્રષ્ટિકોણથી તપાસવામાં આવી છે. પ્રિમાઈસીસ લાયસન્સના નિયમો અંગે ફેરવિચારણા થશે. ગુનાહિત બેદરકારી દાખવનારા અન્ય લોકોની અટકાયતની સૂચના છે. કોઈપણ વ્યક્તિ સંકળાયેલી હશે તો કાર્યવાહી થશે. SITની તપાસ હજુ યથાવત રહેશે. મહાપાલિકા કે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે. પદાધિકારી કે વહીવટી અધિકારી જો જવાબદાર હશે તો કાર્યવાહી થશે. મોરબી દુર્ઘટનામાં પણ મોટામાથા જેલમાં ગયા હતા. TRP ગેમઝોનમાં પણ મોટામાથા સંકળાયેલા હશે તો જેલમાં જશે. 4 IAS અને 1 IPSની પૂછપરછ થઈ. તેમજ અન્ય IAS-IPSની પૂછપરછ કરવામાં આવશે. માર્ચ 2022માં એક અધિકારીની બર્થ-ડે પાર્ટી હતી. બર્થ-ડે પાર્ટીમાં અધિકારીઓ ગેમઝોનમાં ગયા હતા તેના ફોટોગ્રાફ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Game Zone Tragedy TRP Game Zone Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ