બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:48 PM, 4 September 2024
ભારતમાં રેલવેની શરૂઆત અંગ્રેજોએ કરી.. જો કે તે સમયે ટ્રેનો કોલસાથી ચાલતી અને આજે મેટ્રો અને બુલેટ ટ્રેન સુધી આપણે પંહોચી ગયા છે.. તમે પણ ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે ભારતના એવા રેલ્વે સ્ટેશન વિશે જાણો છો? જ્યાંથી બાંગ્લાદેશ થોડુંક જ ચાલીને પંહોચી શકાય છે. ભારતના છેલ્લા સ્ટેશનનું નામ સિંઘબાદ છે.
ADVERTISEMENT
આ સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલું છે, ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલ સિંઘબાદને ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન પછી, ભારતની સરહદ સમાપ્ત થાય છે અને બાંગ્લાદેશની સરહદ શરૂ થાય છે.
ADVERTISEMENT
અંગ્રેજોના સમયમાં સ્થપાયેલું આ રેલ્વે સ્ટેશન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ સ્ટેશને કોલકાતા અને ઢાકા વચ્ચેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે આઝાદી પહેલા મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ ઢાકા જવા માટે આ સ્ટેશનનો ઉપયોગ કરતાં હતા.
ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ આ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1978માં આ રેલવે સ્ટેશન પર ફરીથી ટ્રેનો આવવા-જવા લાગી હતી. અત્યારે આ સ્ટેશન ઉજ્જડ છે અને અહીં કોઈ પણ પેસેન્જર ટ્રેન ઊભી રહેતી નથી. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ હવે માત્ર માલગાડીઓ માટે જ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.