બ્રેકિંગ ન્યુઝ
VTV / Simultaneously, three Union Ministries announced jobs for Agnipaths, tweeted information
Hiralal
Last Updated: 06:56 PM, 18 June 2022
ADVERTISEMENT
કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી આવાસ મંત્રાલય હેઠળની જાહેર સંસ્થાઓ અને ઉપક્રમોમાં અગ્નિવીરોને નોકરીએ રાખવાની વાત કરાઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી આવાસ મંત્રી હરદીપ પુરીએ પણ એક નિવેદન આપ્યું છે. મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે તેમના આવાસ અને પેટ્રોલિયમ મંત્રાલયો હેઠળની પીએસયુ સશસ્ત્ર દળોમાં તેમની ચાર વર્ષની સેવા બાદ 'અગ્નિવીરો'ની ભરતી પર કામ કરી રહી છે. તેમણે નવા લશ્કરી ભરતી મોડેલ વિશે "ખોટી માહિતી" ફેલાવવા બદલ વિપક્ષની પણ ટીકા કરી હતી, અને કહ્યું હતું કે સરકાર યુવાનોને અગ્નિપથ યોજના વિશે શિક્ષિત કરશે.
PSUs under housing, petroleum ministries looking at ways to hire 'Agniveers' after their four-year service in armed forces, says Union Minister Hardeep Singh Puri
— Press Trust of India (@PTI_News) June 18, 2022
ADVERTISEMENT
અગ્નિપથ શાનદાર યોજના, અગ્નિવીરોની કુશળતાને ઉપયોગમાં લેવાશે
પુરીએ અગ્નિપથનો બચાવ કરતાં કહ્યું હતું કે આ એક શાનદાર યોજના છે. આ એક મહાન યોજના છે. હું આ રેકોર્ડ પર કહી શકું છું કે મારા મંત્રાલયો હેઠળના ઘણા પીએસયુ પહેલેથી જ પ્રશિક્ષિત માનવશક્તિ (અગ્નિવીર) પર કામ કરી રહ્યા છે ... તેમની કુશળતાનો ઉપયોગ પીએસયુમાં થઈ શકે છે.
Ministry of Civil Aviation is looking forward to inducting the highly skilled, disciplined and motivated #Agniveers into its various services. pic.twitter.com/vDhB8hlIjS
— ANI (@ANI) June 18, 2022
સિવિલ એવિએશન મંત્રાલય પણ અગ્નિવીરોને આપશે નોકરી
સિવિલ એવિશેન મંત્રાલયે પણ કહ્યું છે કે ચાર વર્ષની સેવા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અત્યંત કુશળ અગ્નિવીરોને પાંખ આપશે અને તેમને નોકરી આપવામાં આવશે.
અમિત શાહે લીધો મોટો નિર્ણય
ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર, CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.
સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણય અમલમાં આવશે.
ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર ઉપક્રમોમાં પણ મળશે અનામત
સંરક્ષણ મંત્રાલય દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે જેમાં વિભાગમાંથી અગ્નિવિરો માટે લેવામાં આવેલી ભરતીઓની વ્યવસ્થા અનામત માટે કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અગ્નિવીરોને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર ઉપક્રમોમાં પણ અનામત આપવામાં આવશે આ માટે જાહેર ઉપક્રમોને પણ જરૂરી સુધારા કરવાનું કહેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.