બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / ખોરાક અને રેસીપી / બાજરીનો રોટલો બનાવવાની સરળ ટિપ્સ, ન ફાટશે ન ચોટશે, ત્રણ સ્ટેપમાં કામ પૂરું
Last Updated: 02:05 PM, 3 December 2024
શિયાળામાં લીલા શાકભાજી સાથે બાજરી અને મકાઈના રોટલા ખાવાની વાત જ કંઈક અલગ છે. બાજરી અને મકાઈના રોટલા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ આ રોટલો કેવી રીતે બનાવવો તે દરેકને ખબર નથી હોતી. આજે અમે તમને એક એવી પદ્ધતિ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે એકદમ ગોળ અને પાતળો બાજરીનો અને મકાઈનો રોટલો બનાવી શકો છો. આ રોટલો તમે વેલણ વડે વણી કરીને સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે, બાજરી અને મકાઈનો રોટલો કેવી રીતે બનાવી શકાય?
ADVERTISEMENT
બાજરી અને મકાઈના રોટલાને બનાવવાની સરળ રેસીપી
ADVERTISEMENT
પહેલું સ્ટેપ- બજારમાંથી બાજરી અને મકાઈનો લોટ ખરીદો. હવે જ્યારે તમને લીલી શાકભાજી ખાવાનું મન થાય ત્યારે બાજરી કે મકાઈનો રોટલો બનાવો. રોટલો બનાવવા માટે સૌપ્રથમ હળવો અને નરમ લોટ બાંધો. તેનાથી રોટલો થોડો નરમ બનશે અને ખાવાનો સ્વાદ પણ સારો આવશે. બાજરી અથવા મકાઈનો લોટ બાંધતી વખતે વધુ પાણી ન નાખો. લોટને વચ્ચેથી તોડીને મસળી લો.
વધુ વાંચો આને કે'વાય અસલી જુગાડ! યુવતીએ બટેકાની છાલ જોત જોતાંમાં ઉતારી, શોર્ટકટ વાયરલ
બીજું સ્ટેપ- હવે બાજરી અથવા મકાઈના લોટમાંથી એક કટકો તોડીને તેના પર ઘઉંના લોટનો પરોઠો એટલે કે, સૂકો લોટ લગાવો. હવે વેલણ થકી રોટલાને હળવા હાથે વણી લો. રોટલીને હલકા હાથ વડે વણવી, જેથી તે ફાટી ન જાય. જો તમને લાગે કે રોટલી તળિયે ચોંટી ગઈ છે, તો વણતી વખતે નીચે થોડો વધુ સૂકો લોટ લગાવી લો.
ત્રીજું સ્ટેપ- બાજરી અને મકાઈની એક-એક રોટલાને પાથરી લો અને તેને તવા પર મૂકીને હળવા હાથે શેકી લો. મધ્ય ગેસ પર આંચ આવા દો અને બાજરી અને મકાઈના રોટલાને તવામાંથી કાઢીને બરાબર પકવી દો. આ રોટલા પર માખણ અથવા ઘી લગાવીને ખાવો જોઈએ. આ ઉપરાંત અડદની દાળ સાથે બાજરી અને મકાઈના રોટલાને ખાવો જોઈએ. આનો સ્વાદ ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને આ રોટલો આપણા શરીર માટે ગુણકારી પણ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.