ભારતીય રિઝર્વ બેંકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ બેંકોએ નિર્દેશ જારી કર્યો કે ''તેઓ પોતાના ગ્રાહકોના ડેબિટ કાર્ડને EMV ચિપવાળા કાર્ડમાં બદલી દે.'' 27 ઓગ્સ્ટ 2015ના જારી કરવામાં આવેલા RBI સર્કુલર અનુસાર કાર્ડ બદલાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2018 છે અને જે પછી ગ્રાહકોના હાલમાં મેગેનેટિકસ્ટ્રિપવાળા કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના આ નિયમને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને મેગ્નેટિકસ્ટ્રિપ આધારિત ડેબિટ કાર્ડને EMV ચિપ આધારિત કાર્ડથી બદલી દેવામાં આવશે. જો તમારી પાસે પણ મેગ્નેટિકસ્ટ્રિપ આધારિત ડેબિટ કાર્ડ છે તો રિપ્લેસ કરાવી લો. અહીંયા અમે તમને જણાવીશું SBIના નવા EVM કાર્ડ બનાવવી રીત...
- આ માટે સૌથી પહેલા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની ઑફિશ્યલ વેબસાઇટ www.Onlinesbi.com પર જાઓ. તમારા એકાઉન્ટ પર યૂઝર આઇડી અને પાસવર્ડથી લૉગ ઇન કરો.
- હોમપેજ પર તમને e-services ઑપ્શન દેખાશે જેના પર ક્લિક કર્યા બાદ એક મેન્યૂ ખુલશે. જેમાં ATM Card Services પર જાઓ અને ત્યાં પર Request ATM/Debit Card પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલશે. હવે તમે સેવિંગ્સ એકાઉન્ટ સિલેક્ટ કરો જેના માટે તમારે નવું ATM કાર્ડ જોઇએ. આ કાર્ડ પર તમે જે નામ પ્રિન્ટ કરવા ઇચ્છો છો ત્યાં લખો અને કયા ટાઇપનું ATM કાર્ડ જોઇએ એ તમે ડ્રૉપડાઉન મેન્યૂથી સિલેક્ટ કરો.
- જે પછી Submit ઑપ્શન પર ક્લિક કરો જે પછી 7 દિવસોને અંદર તમને નવું ATM કાર્ડ ડિલિવર થઇ જશે. ધ્યાન રાખો કે આ સર્વિસનો ફાયદો સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી લઇ શકશો.
- જો તમને ઇન્ટરનેટ બેકિંગ નથી આવડતી અથવા તો તેનો ઉપયોગ નથી કરતા તો તમને બેંકની નજીકની શાખામાં જઇને EMV બેસ્ડ કાર્ડ મેળવી શકશો. ધ્યાનમાં રાખો કે લોકલ બ્રાન્ચ જ હોય જેમાં તમારું એકાઉન્ટ હોય ત્યાં તમારે એક ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. જે પછી 7 દિવસોની અંદર તમારા નવા ATM કાર્ડ તમારા ઘરની ડિલિવરી થઇ જશે.