બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / જલ્દી કરો, ચાંદી ફરીથી સસ્તી થઇ! બીજી તરફ સોનાના પણ ભાવ ઘટ્યાં, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 06:50 PM, 9 October 2024
Gold Silver Price Today 9 October 2024 in India: ઘણા દિવસો પછી ચાંદી 2000 રૂપિયા સસ્તી થઈ છે. જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાલો જાણીએ પ્રતિ કિલોગ્રામ ચાંદી અને 10 ગ્રામ સોનાની કિંમત કેટલે પહોચી છે.
ADVERTISEMENT
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ ઓક્ટોબરના બીજા સપ્તાહ અને તહેવારની નજીકના દિવસો દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતમાં 2000 રૂપિયાનો સીધો ઘટાડો થયો છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ સહિત અન્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ શું છે? તે જાણીએ.
ADVERTISEMENT
સોના અને ચાંદીના દર
આજે એટલે કે 9 ઓક્ટોબર બુધવારના 22 કેરેટ સોનાની કિંમત 71,000 રૂપિયાના બદલે 700 રૂપિયા ઘટીને 70,300 રૂપિયા થઈ ગઈ છે. 24 કેરેટ સોનાનો ભાવ રૂ.760 ઘટીને રૂ.77,450ને બદલે રૂ.76,690 થયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2000 રૂપિયાનો ઘટાડો થયો છે, જે બાદ લેટેસ્ટ રેટ 96,000 રૂપિયાના બદલે 94,000 રૂપિયા થઈ ગયો છે.
મહાનગરોમાં પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ
દિલ્હીમાં ચાંદીની કિંમત 94,000 રૂપિયા
મુંબઈમાં ચાંદીની કિંમત 94,000 રૂપિયા
કોલકાતામાં ચાંદીની કિંમત 94,000 રૂપિયા
ચેન્નાઈમાં ચાંદીની કિંમત 1,00,000 રૂપિયા
આ પણ વાંચોઃલોનનો હપ્તો નહીં વધે, રેપો રેટ 6.5 ટકા યથાવત, MPC બેઠકમાં લેવાયો નિર્ણય
મહાનગરોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 71150 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 76690 રૂપિયા
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 70300 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 76690 રૂપિયા
કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 70300 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 76690 રૂપિયા
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 70300 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 76690 રૂપિયા
(DISCLAIMER: ઉપરોક્ત ઉલ્લેખિત સોના અને ચાંદીના દરોમાં કોઈ ટેક્સ શામેલ નથી. GST, મેકિંગ ચાર્જ અને અન્ય ટેક્સ પછી સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર થઈ શકે છે.બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.